Not Set/ બનાસકાંઠા: નકલી દવાઓ વેચી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતી ગેંગ ઝડપાઇ

બનાસકાંઠા, રાજસ્થાનના માવલ પાસેથી ગેરકાયદે દવાઓનો જથ્થો ઝડપાયો છે. આ દવાનો જથ્થો રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન પોલીસે દવાનો જથ્થો ઝડપી પાડ્યો છે. સાથો સાથ પોલીસે ગાડીના ચાલક સહિત 3 શખ્સોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. આ ગેરકાયેદ દવાના જથ્થામાં ગેરકાયદેસર ગોળી, કેપ્સુલનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે, આ ત્રણેય […]

Gujarat Others Trending Videos
mantavyamantavyanews 7 બનાસકાંઠા: નકલી દવાઓ વેચી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતી ગેંગ ઝડપાઇ

બનાસકાંઠા,

રાજસ્થાનના માવલ પાસેથી ગેરકાયદે દવાઓનો જથ્થો ઝડપાયો છે. આ દવાનો જથ્થો રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યો હતો.

આ દરમિયાન પોલીસે દવાનો જથ્થો ઝડપી પાડ્યો છે. સાથો સાથ પોલીસે ગાડીના ચાલક સહિત 3 શખ્સોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. આ ગેરકાયેદ દવાના જથ્થામાં ગેરકાયદેસર ગોળી, કેપ્સુલનો સમાવેશ થાય છે.

મહત્વનું છે કે, આ ત્રણેય શખ્સો પૈસાની લાલચમાં આવી અને પોતાના મોજશોખ પૂરા કરવા માટે ગુજરાતમાં આવી રીતે ગેરકાયદે જથ્થો ઘૂસાડતા હતા અને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતાં હતા.