Not Set/ દુનિયાનો સૌથી લાંબો અને મોટો અજગર છે આ શખ્સનાં લિવિંગ રૂમની શાન, જુઓ વીડિયો

સામાન્ય રીતે તમે તમારા ઘરમાં કૂતરા, બિલાડી કે પોપટને પાળો છો પરંતુ અમે આજે જે શખ્સની વાત કરવા જઇ રહ્યા છીએ તેણે એક એવા જાનવરને પાળ્યુ છે કે જેનુ નામ સાંભળીને પણ કોઇપણ ચોંકી જશે. 31 વર્ષનાં માર્કસ હોબ્સ કે જે તેના બે નાના બાળકો અને તેની પત્ની સાથે રહે છે. તેના પરિવારમાં એક સભ્ય […]

World
world’s biggest Burmese python દુનિયાનો સૌથી લાંબો અને મોટો અજગર છે આ શખ્સનાં લિવિંગ રૂમની શાન, જુઓ વીડિયો

સામાન્ય રીતે તમે તમારા ઘરમાં કૂતરા, બિલાડી કે પોપટને પાળો છો પરંતુ અમે આજે જે શખ્સની વાત કરવા જઇ રહ્યા છીએ તેણે એક એવા જાનવરને પાળ્યુ છે કે જેનુ નામ સાંભળીને પણ કોઇપણ ચોંકી જશે. 31 વર્ષનાં માર્કસ હોબ્સ કે જે તેના બે નાના બાળકો અને તેની પત્ની સાથે રહે છે. તેના પરિવારમાં એક સભ્ય પણ છે, જેના વિશે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ. માર્કસની સાથે 18 ફૂટ લાંબો બર્મીઝ પાયથોન હેક્સી પણ રહે છે. આ વિશ્વની સૌથી લાંબી અને મોટી માદા અજગર છે.

Image result for world’s biggest Burmese python

આ અજગર મોટાભાગે ઘરના હોલમાં જોવા મળે છે, આ ઘરની બહાર ત્યારે આવે છે જ્યારે તેને સ્થાનિક ખેડૂતો દ્વારા સસલુ, મરેલુ હરણ, વાછરડા, બકરીઓ અને ડુક્કર ખાવામાં આપવામાં આવે. માર્કસ આઇટી કર્મચારી છે, તેણે આઠ વર્ષ પહેલાં હેક્સીને જ્યારે એક પાલતુ જાનવરોની દુકાનમાંથી ખરીદી હતી, ત્યારે તેની લંબાઈ માત્ર આઠ ઇંચ હતી.

https://youtu.be/9zTr484Nh3o

હવે આ અજગર 18 લાંબો છે અને તેનું વજન લગભગ 100 કિલો છે. તેને ઉપાડવા માટે ઘણા લોકોની મદદ લેની પડે છે. માર્કસ કહે છે કે આ અજગર વ્યક્તિને મારી શકે છે, પરંતુ તેને વિશ્વાસ છે કે તે ક્યારેય તેના પરિવારને નુકસાન નહીં કરે. તેમનું માનવું છે કે તે વિશ્વનાં સૌથી લાંબા બર્મીઝ અજગરનો રેકોર્ડ પણ બનાવી શકે છે. અત્યાર સુધીની સૌથી મોટી અજગરની લંબાઈ 18.8 ફૂટ હતી, પરંતુ માર્કસ કહે છે કે છેલ્લી વખત તેણે તપાસ કરી ત્યારે હેક્સી પહેલાથી જ 18 ફૂટની હતી અને હવે તે મોટી થઈ ગઈ છે.

Image result for world’s biggest Burmese python

ટેક્વેસબરીનાં માર્કસ કહે છે કે લોકો તેનાથી ખૂબ ડરતા હોય છે કારણ કે તેઓ વિચારે છે કે તેઓ તેમને મારી શકે છે, પરંતુ જો લોકો મારી આસપાસ આવે છે, તો હું આખો દિવસ સાપ વિશે વાત કરીને તેમના ડરને દૂર કરી શકું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.