Not Set/ લતા મંગેશકરના સારા સ્વાસ્થ્ય ઘરમાં થઈ રહી છે શિવની પૂજા, બહેન આશા ભોંસલેએ લોકોને કરી આ અપીલ

લતા મંગેશકરની તબિયત જલ્દી સારી  થાય તે માટે તેમના નિવાસસ્થાને પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન, લતા મંગેશકરની નાની બહેન આશા ભોંસલેએ…

Entertainment
લતા મંગેશકરના

પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવતા તેમના પરિવારે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. કોરોના ઉપરાંત લતા મંગેશકર આ સમયે ન્યુમોનિયાથી પણ પીડિત છે. હાલમાં તેમની દક્ષિણ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. લતા મંગેશકરની તબિયત જલ્દી સારી  થાય તે માટે તેમના નિવાસસ્થાને પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન, લતા મંગેશકરની નાની બહેન આશા ભોંસલેએ ETimes સાથેની વાતચીતમાં જણાવ્યું કે ‘લતા મંગેશકરના સારા સ્વાસ્થ્ય માટે પરિવારના સભ્યો ઘરે ભગવાન શિવની પૂજા કરી રહ્યા છે. ભગવાન શિવના રુદ્ર ઘરમાં બિરાજમાન છે અને પૂજા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :ભારતની નવદીપ કૌરે જીત્યો બેસ્ટ કોસ્ચ્યુમનો એવોર્ડ, ‘કુંડલિની ચક્ર’થી પ્રેરિત પહેર્યો ખાસ ડ્રેસ

Etimesને આશા ભોંસલેને તેમના દીદી લતા મંગેશકરના કથળતા સ્વાસ્થ્યને લગતા સમાચારને લગતો પ્રશ્ન કર્યો તો તેમણે જણાવ્યું કે, ના ના, મેં લગભગ અડધા જ કલાક પહેલા ભાભી, અર્ચના અને ઉષા સાથે વાત કરી હતી. પરંતુ તેમણે કહ્યુ હતું કે, આપણે તમામ લોકોએ દીદીની સુરક્ષા માટે પ્રાર્થના કરવી જોઈએ. તે અમારા પરિવાર માટે માતા સમાન છે. તેમના ઘરે શિવ ભગવાનના રુદ્ર બેસાડવામાં આવ્યા છે અને તેમના સારા સ્વાસ્થ્ય માટે પૂજા કરવામાં આવી રહી છે.

Instagram will load in the frontend.

શનિવારે, હોસ્પિટલના ડોક્ટરોએ એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું હતું કે, ‘લતા દીદી હજુ પણ ICUમાં છે, તેમને સંભાળની જરૂર છે, તેથી તેમને ICUમાં ડોક્ટરની દેખરેખમાં રાખવામાં આવ્યા છે. તેઓ કોરોનાની સાથે સાથે ન્યુમોનિયાથી પણ પીડિત છે, તેથી તેમણે થોડા દિવસ ડોક્ટરની દેખરેખમાં રહેવું પડશે, તે કેટલો સમય ચાલશે તે કહેવું મુશ્કેલ છે.

આ પણ વાંચો : બચ્ચન પાંડેના સેટ પર લાગી આગ, જાણો કેવી છે અક્ષય કુમાર અને કૃતિ સેનનની હાલત

રવિવારે લતા મંગેશકરની તબિયત વિશે જાલનામાં પત્રકારો સાથે વાત કરતા મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે, “લતાજીની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. મેં બ્રીચ કેન્ડી હોસ્પિટલના અધિકારીઓ સાથે વાત કરી જેમણે મને તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ કર્યું. મેં તેમને કહ્યું કે હોસ્પિટલના પ્રવક્તાએ ગાયકની સ્થિતિ અંગે અપડેટ આપવી જોઈએ કારણ કે લોકો તેના સ્વાસ્થ્ય વિશે જાણવા ઉત્સુક છે.

ઉલ્લેખનીય છે કે લતા મંગેશકરે પાંચ વર્ષની ઉંમરથી કામ કરવાની શરુઆત કરી હતી. તે પિતાના સંગીત નાટકોમાં એક્ટિંગ કરતા હતા. લતા મંગેશકરે વર્ષ 1942માં 13 વર્ષની ઉંમરમાં જ કારકિર્દીની શરુઆત કરી હતી. તેમણે અનેક ભારતીય ભાષાઓમાં 30,000થી વધારે ગીતો ગાયા છે. આજની પેઢી પણ લતા મંગેશકરની પ્રશંસક છે. આજે જ્યારે તેઓ બીમાર છે ત્યારે દેશભરના લોકો તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.

આ પણ વાંચો :જાણો, હવે કેવી છે લતા મંગેશકરની તબિયત, સામે આવ્યું મોટું અપડેટ

આ પણ વાંચો :‘કહો ના પ્યાર હૈ’ ગીત લખનાર ગીતકાર ઇબ્રાહિમ અશ્કનું કોરોનાથી મોત

આ પણ વાંચો :જંગલી પ્રાણીઓ જોવા રણથંભોર પહોંચ્યો અક્ષય કુમાર, દીકરી નિતારા સાથે ગાયને ખવડાવ્યો ચારો