Not Set/ યમુનાના હાલ થયા બેહાલ, નદીમાં જોવા માટે મળ્યું પુષ્કળ પ્રદુષણ

કાલિંદી કુંજ વિસ્તારમાં યમુના નદીમાં ઝેરી ફીણ તરી રહ્યું છે. આ ફીણની વચ્ચે ભક્તો સ્નાન કરી રહ્યા છે. યમુના નદીમાં એમોનિયાનું સ્તર વધ્યું છે, જેના કારણે અહીં ફીણ ઊભું થયું છે.

Top Stories India
યમુનામાં ઝેરી ફીણ

આજથી છઠના મહાપર્વનો પ્રારંભ થયો છે. છઠનો તહેવાર દીપાવલીના 6 દિવસ પછી કારતક મહિનાના છઠ્ઠા દિવસે ઉજવવામાં આવે છે. ચાર દિવસ સુધી ઉજવાતા આ તહેવારના પહેલા દિવસે સ્નાન અને ભોજન કરવાની પરંપરા છે. રાજધાની દિલ્હીમાં પણ છઠનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે, પરંતુ યમુના નદીના છઠ ઘાટ પર ઝેરી ફીણ જોવા મળ્યાં છે. ત્યારે ઝેરી ફીણમાં પણ ભક્તો છઠની પૂજા કરી સ્નાન કરતા જોવા મળ્યાં છે. જોકે, કોરોનાને કારણે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ યમુના નદીના કિનારે છઠ પૂજાની મંજૂરી આપી નથી.

કાલિંદી કુંજ વિસ્તારમાં યમુના નદીમાં ઝેરી ફીણ તરી રહ્યું છે. આ ફીણની વચ્ચે ભક્તો સ્નાન કરી રહ્યા છે. યમુના નદીમાં એમોનિયાનું સ્તર વધ્યું છે, જેના કારણે અહીં ફીણ ઊભું થયું છે. એમોનિયા સ્તર વધવાને કારણે પાણી પુરવઠો પણ ખોરવાઈ રહ્યો છે..યમુનામાં ફીણ વચ્ચે સ્નાન કરતી તસવીરો સામે આવ્યા બાદ રાજકારણ પણ ગરમાયું છે.

બીજેપી નેતા અમિત માલવિયાએ ટ્વીટ કરીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઘેર્યા છે અને લખ્યું છે કે, દિલ્હીમાં છઠ પૂજા કરી રહેલા ભક્તોને ઝેરી યમુનામાં ડૂબકી મારવાની ફરજ પડી રહી  છે. દિલ્હીમાં મોટી સંખ્યામાં લોકો છઠની ઉજવણી કરે છે અને આ ધાર્મિક વિધિઓનું પાલન કરનારાઓને સુવિધાઓ પ્રદાન કરવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ કેજરીવાલ સરકાર માટે શરમજનક પરિસ્થિતિ છે. દિલ્હીમાં પ્રદુષણ ઘટાડવાના બદલે તેમણે વધારો કર્યો છે.

ભાજપ સાંસદ મનોજ તિવારીએ પણ કેજરીવાલ સરકારને ઘેરી હતી અને કહ્યું હતું કે આ જ કારણોસર યમુના કિનારે છઠ પૂજા મનાવવા પર પ્રતિબંધ કર્યો છે. તેઓ આ પરિસ્થિતિને પ્રયત્ક્ષ રીતે જોવા માટે ઘાટ પર પહોંચ્યા હતા અને તેમણે કેજરીવાલ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને લખ્યું હતું કે, કેજરીવાલ સરકાર લોકોના જીવન સાથે ખેલ ખેલી રહી છે. જેમની પાસે યમુના નદી છે અને 65 જેટલા ધારાસભ્યો પણ દિલ્હીએ આપ્યા છે અને આજે આ ઝેરી પ્રદુષણ આપી રહ્યા છો ? આ દ્રશ્ય દિલ્હીના દરેક નાગરિકને શરમાવે તેવું છે. આ માત્ર આસ્થા સાથે નહિ પરંતુ લોકોના જીવન સાથે પણ કેજરીવાલ સરકારે રમત રમી છે.

યમુનામાં પ્રદુષણ

જનસેવા સમિતિના અધીયક્ષ સુરજ ચૌહાણે પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, છઠ મહાપર્વને લઇ સતપુલા પાર્ક શેખ સરાય-એકમાં તૈયારી શરુ કરી દેવામાં આવી છે.  ત્યાં કાર્યકર્તાઓ દ્વારા સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવી રહ્યું છે. જોકે મંજૂરી મોડી મળતા તૈયારીમાં વિલંબ થયો છે. છેલ્લા 12 વર્ષથી છઠ પૂજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં હજારો શ્રદ્ધાળુઓ સામેલ થઇ રહ્યા છે અને તેની સંપૂર્ણ તૈયારીઓ પણ કરવામાં આવી છે. અમે દરેક શ્રદ્ધાળુઓને અપીલ કરીએ છીએ કે તે કોરોના-ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરે.