Not Set/ યોગીને હવે વડાપ્રધાન બનવાનો અભરખો !

આ એક નવું પરિમાણ છે. સ્થાનિક ચુંટણીના પરિણામો બાદ સંઘના નેતાઓએ જ ભાજપ મોવડી મંડળને ઢંઢોળ્યું છે પરંતુ હવે સંઘ યોગની બાજુમાં ઉભું રહી ગયું છે.

India Trending
yogi aadityanath યોગીને હવે વડાપ્રધાન બનવાનો અભરખો !
  • સંઘ તેમની સાથે હોવાની ચર્ચા

@હિંમત ઠક્કર, ભાવનગર

૨૦૨૨માં યુપી સર કર્યા બાદ સત્તાના ઉચ્ચ સિંહાસને પહોંચવા ગોરખપુરના ગાદીપતિની મહત્વાકાંક્ષા સફળ થશે ખરી ?
૧૯૫૨ થી ૨૦૧૯ સુધીમાં લોકસભાની જેટલી ચૂંટણી યોજાઈ તેમાં ૧૯૯૧, ૧૯૯૮, ૨૦૦૪, ૨૦૦૯ની ચૂંટણીને બાદ કરતાં ઉત્તરપ્રદેશમાં બહુમતી બેઠકો મેળવનારને જ સત્તા મળી છે. ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપે યુપીના પોતાના જાેડાણ સાથે ૭૦ બેઠકો મેળવી હતી તો ૨૦૧૯માં પણ ભાજપે તેના જાેડાણ સાથે ૬૨ બેઠકો મેળવી હતી. આ સેજાેગોમાં મોટાભાગની લોકસભા ચૂંટણીઓમાં ઉત્તરપ્રદેશ સત્તાની સીડી સમાન પૂરવાર થયું છે. ત્યાં જે વધુ બેઠકો મેળવે તે દિલ્હીના (દેશના) સિંહાસન પર બેસે છે. પહેલા ઉત્તરપ્રદેશમાં ૮૫ બેઠકો હતી પણ ઘટીને ૮૦ થઈ છે.

himmat thhakar 1 યોગીને હવે વડાપ્રધાન બનવાનો અભરખો !

૨૦૧૭માં યોજાયેલી ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ૪૦૦ પૈકી ૩૦૦ કરતાં વધુ બેઠકો જીતી ભાજપે સત્તા મેળવી છે. મુખ્યમંત્રી પદ માટે ત્રણથી ચાર નામ હતાં પરંતુ સંઘના ટેકા અને વડાપ્રધાન મોદીની ઈચ્છા અનુસાર તે વખતે યુપીનો હિંદુ ચહેરો ગણાતા અને ગોરખપુર કાઠના ગાદીપતિ અને ત્રણથી વધુ વખત સંસદમાં ચંટાયેલા યોગી આદિત્યનાથની પસંદગી કરી હતી. યોગી આદિત્યનાથનો પ્રારંભ સારો હતો. જાે કે ૨૦૧૮માં મહાગઠબંધને યોગીની પોતાની ગોરખપુર બેઠક સહિતની ત્રણ બેઠકો છીનવી હતી. ૨૦૧૯માં વળતો ઘા કરી યોગીએ આ બેઠકો પાછી તો અપાવી પરંતુ ૨૦૨૦ આસપાસ જેટલી ચૂંટણીઓ કે પેટાચૂંટણીઓ થઈ તેમાં ભાજપને આંચકા જ લાગ્યા છે. જેમાં વિધાન પરિષદની ચૂંટણી, પેટાચૂંટણી અને છેલ્લે સ્થાનિક ચૂંટણી કે જેને ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલાની સેમીફાઈનલ ગણવામાં આવતી હતી તેમાં ભાજપને ભારે આંચકો આપનારા પરિણામ મળ્યા છે. ખુદ વડાપ્રધાન, સંરક્ષણ પ્રધાન અને યોગી આદિત્યનાથના મતવિસ્તારમાં પણ ભાજપને ભારે આંચકો લાગ્યો છે. આથી ભાજપનું મોવડીમંડળ વધુ ચિંતીત બન્યું છે. સંઘપતી માને છે કે કોઈપણ ભોગે ઉત્તરપ્રદેશમાં ૨૦૨૨માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી ભાજપે જીતવી પડશે તો જ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપ કેન્દ્રમાં સત્તાની હેટ્રીક કરી શકશે. આ પણ એક વાસ્તવિકતાભર્યુ ચિત્ર છે.

યોગી આદિત્ય નાથ News in Gujarati, Latest યોગી આદિત્ય નાથ news, photos, videos | Zee News Gujarati
યી.પી. માટે ભાજપે ગૃહમંત્રી અમિત શાહને ફરીવાર સક્રિય થવા સૂચના આપી. સંઘના હોસબોલે સહિત પાંચ સભ્યોની સમિતિએ યુપીની જાતમુલાકાત લઈ તાગ મેળવ્યો. તેનો અહેવાલ પણ ભાજપના કેન્દ્રીય મોવડીમંડળને સુપ્રત કરી દીધો હોવાના અહેવાલ છે. આઈ.એ.એસ.ની. નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ નિવૃત્ત અધિકારી અને વડાપ્રધાનના વિશ્વાસુ પૈકીના એક અરવિંદ શર્મા ભાજપમાં જાેડાઈ ગયા છે. એટલંું જ નહિ પણ તેમની ઉત્તરપ્રદેશ વિધાનસભામાં નિમણૂકો પણ થઈ ગઈ છે. તેમને ત્રીજા નાયબ મુખ્યમંત્રી બનાવવા મોદી-શાહનું દબાણ છે. પરંતુ ઉત્તરપ્રદેશના બે હિંદી દૈનિકોએ પ્રસિદ્ધ કરેલા અહેવાલોને સાચા માનીએ અને યોગી આદિત્યનાથના નજીકના સાથીની વાત સાચી માનીએ તો યોગીએ અરવિંદ શર્માને નાયબ મુખ્યમંત્રીપદ તો ઠીક પણ કેબિનેટમંત્રી કે મહત્ત્વનું ખાતું આપવાનો પણ સાફ શબ્દોમાં ઈન્કાર કરી દીધો છે. તેઓ અરવિંદ શર્માને માત્રને માત્ર રાજ્ય કક્ષાના પ્રધાન બનાવવા માગે છે. જાેકે મોદી અને શાહ તો અરવિંદ શર્માને યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા અરવિંદ શર્માને મુખ્યમંત્રી પદ આપવા માગતા હતાં પરંતુ સંઘે એમ કહીને આ વાત અટકાવી છે કે ચૂંટણી પહેલા યુપીમાં નેતૃત્વ પરિવર્તન થશે તો પક્ષની છબી વધુ ખરડાશે.

UP: સીએમ કાર્યાલયમાં કેટલાક અધિકારીને કોરોના, યોગી આદિત્યનાથ થયા આઈસોલેટ | India News in Gujarati
આ એક નવું પરિમાણ છે. સ્થાનિક ચુંટણીના પરિણામો બાદ સંઘના નેતાઓએ જ ભાજપ મોવડી મંડળને ઢંઢોળ્યું છે પરંતુ હવે સંઘ યોગની બાજુમાં ઉભું રહી ગયું છે. આ અંગે રાજકીય વિશ્લેષકો તારણ કાઢે છે તે પ્રમાણે ૨૦૧૭માં પણ સંઘના દબાણ હેઠળ જ યોગી આદિત્યનાતને અન્ય દાવેદારોના પત્તા કાપીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા અને અત્યારે જ્યારે ભાજપના મોદી – શાહ સહિતના નેતાઓ ઉત્તરપ્રદેસમાં યોગીના બદલે પોતાના કહ્યામાં રહે તેવાં મુખ્યમંત્રીને બેસાડવા માગતા હતાં પરંતુ તેમનો આ દાવ સંઘે સફળ થવા દીધો નથી અને હમણાં તો યોગીને મુખ્યમંત્રી પદે ચાલુ જ રહેવા દેવા એટલું જ નહિ પરંતુ પ્રધાનમંડળમાં ફેરફાર માટે તેઓના નિર્ણયનો જ અમલ થવા દેવો. અત્યારે આ સ્થિતિ છે.

હકિકતમાં યોગી આદિત્યનાથ સંઘની પહેલી પસંદ છે અને સંઘ તેની સાથે અડીખમ છે તે વાત બહાર આવી છે. જાે કે આમેય ભલે સાધુ હોવા છતાં વડાપ્રધાનપદ સુધી પહોંચવાની યોગી આદિત્યનાથની મહત્વાકાંક્ષા છે. યોગી પોતે અત્યાર સુધી કશું બોલ્યા નથી પણ તેમના નિકટના એક સાથીદારે કહ્યું છે તે પ્રમાણે ૨૦૨૨ની યુપી વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ તેઓ ૨૦૨૪ની ચૂંટણીમાં વડાપ્રધાન બનવાની મહત્વાકાંક્ષે ધરાવે છે. ટૂંકમાં આડકતરી રીતે તેમણે મોદી અને શાહની જાેડીને પડકારવાનો વ્યૂહ તૈયાર કરી લીધો છે અને સંઘના મોટાભાગના નેતાઓ તેમની સાથે હોવાનું પણ કહેવાય છે. મોદી બીજી ટર્મમાં ધાર્યા સફળ થયા નથી તેવું સંઘના નેતાઓ માને છે તો યોગી તો છેલ્લા દોઢ-બે વર્ષથી પોતાની ધારણા મુજબની સફળતા ભાજપને અપાવી શક્યા નથી તે પણ એક હકિકત છે. ઉલ્ટાના પેટાચૂંટણી અને સ્થાનિક ચૂંટણીમાં તો ભાજપને આંચકા જ અપાવ્યા છે. આમ છતાં યોગીના કટ્ટર સમર્થકો કહે છે કે જે રીતે ગુજરાત વિધાનસભાની ૨૦૧૨ની ચૂંટણી જીત્યા બાદ નરેન્દ્ર મોદી પહેલા પ્રચારનો હવાલો અને પછી વડાપ્રધાન પદના ઉમેદવાર બનીને દેશ આખામાં ફરી વળ્યા અને સત્તા પણ મેળવી. યોગી આદિત્યનાથે પણ મોદીના માર્ગે આગળ ળધી હિંદુત્વનો કાર્ડનો ઉપયોગ કરી ભાજપને સત્તાસ્થાને ફરી લાવી પોતે વડાપ્રધાન બનવા માગે છે. આ તેમની મહત્વાકાંક્ષા છે. આમ તો યોગી આદિત્યનાથ પોતાને કટ્ટર હિંદુવાદી નેતા માને છે. તેજાબી વક્તા છે અને પોતાની વાક્છટ્ટાના સહારે દેશભરમાં છવાઈ જવા માગે છે. જાે ખરેખર યોગીને તેની આ મહત્ત્વાકાંક્ષા પાર પાડવા માટે સંઘે સમર્થન આપ્યું હોય તો તે મોદી-શાહની જાેડી માટે વધુ ખતરનાક અને પડકારરૂપ પૂરવાર થઈ શકે છે. યોગીએ દેશના સૌથી મોટા રાજ્ય યુપીના સુકાની બન્યા બાદ તેમણે હવે આ ચાલ ચાલવા લાગ્યા છે અને તેમાં તે સફળ થશે તો બીજું બધું તો ઠીક પણ દેશના રાજકારણમાં સર્વેસર્વા બનેલી મોદી-શાહની જાેડી માટે તો ખતરાની ઘંટી બનશે જ તેમાં કોઈ શંકા નથી.