આધારકાર્ડ/ આધારકાર્ડ ન હોય તો રસી અથવા હોસ્પિટલમાં દાખલ થવાનો ઇનકાર કરી શકતા નથી: યુઆઇડીએઆઇ

આવશ્યક સેવાઓનું ઇનકાર કરી શકતાં નથી.

India
kkkkkk આધારકાર્ડ ન હોય તો રસી અથવા હોસ્પિટલમાં દાખલ થવાનો ઇનકાર કરી શકતા નથી: યુઆઇડીએઆઇ

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઈડીએઆઈ) શનિવારે કહ્યું કે કોઇપણ વ્યક્તિને રસી  લગાવવા,દવા,,હોસ્પિટલમાં દાખલ ,ઉપચાર કરાવવા માટે ઇનકાર નથી કરી શકતા કે તેની પાસે આધાર કાર્ડ નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે કોઇપણ આવશ્યક સેવા ઉપલબ્ધ કરાવવાથી તંત્ર ઇનકાર  કરી શકતા નથી  કે તેની પાસે આધાર કાર્ડ નથી.

દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે.બીજી લહેર અતિ ઘાતક નીવડી રહી છે. યુઆઇડીએઆઇએ અક નિવેદન આપી કહ્યું કે આધાર મામલે ભલી ભાંતિ સ્થાપિત એક અપવાદ છે 12 આંકડાનો બાયોમેટ્રીક આઇડીની આવશ્યક સેવા અને લાભો માટે તે સુનિચ્છિત કરવાનો પાલન અતિ આવશ્યક છે. તેમણે વધુમાં કહ્યું કે કોઇ નાગરિક પાસે કોઇ કારણસર આધાર કાર્ડ નથી તો તેને આધાર અધિનિયમ મુજબ તેને સેવા આપવાનો ઇનકાર કરી શક્તા નથી.

આધાર કાર્ડ ના હોવાથી ઘણાબધા લોકો હોસ્પિટલમાં દાખલ જેવી આવશ્યક સેવાઓથી વંચિત રહી છે. ત્યારે યુઆઇડીએઆઇએ સ્પષ્ટ કર્યુ છે કે આધાર કાર્ડ ના હોવાથી કોઇપણ વ્યક્તિને રસી,દવા,હોસ્પિચલ જેવી આવશ્યક સેવાઓ ઉપલબ્ધ કરાવવાથી ઇનકાર કરી શકતા નથી.