Viral Video/ નશામાં ધૂત આ વૃદ્ધનો અંદાજ જોઇને તમે તમારી હસી રોકી નહી શકો

દુનિયામાં મોટી સંખ્યામાં લોકો દારૂ પીવે છે. ઘણીવાર અમુક લોકો દ્વારા દારૂ એટલો પી લેવામાં આવે છે કે તેમને ખબર નથી પડતી કે તેઓ શું કરી રહ્યા છે. તેઓ પૂરી રીતે પોતાનુ ભાન ભૂલી જાય છે.

Videos
નશામાં ધૂત એક વૃદ્ધ

દુનિયામાં મોટી સંખ્યામાં લોકો દારૂ પીવે છે. ઘણીવાર અમુક લોકો દ્વારા દારૂ એટલો પી લેવામાં આવે છે કે તેમને ખબર નથી પડતી કે તેઓ શું કરી રહ્યા છે. તેઓ પૂરી રીતે પોતાનુ ભાન ભૂલી જાય છે. આ ભાન ભૂલી ગયા બાદ તે વ્યક્તિ દ્વારા જે કરવામાં આવે છે તે જોઇને ઘણીવાર હસી પણ નીકળી જતી હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો – Interesting / બાળકીનાં હાથમાં હતો મોબાઈલ અને અચાનક આવી ગયો વાંદરો, પછી જે થયુ તે જુઓ આ Video માં

કહેવાય છે કે, દારૂ પીવો એ આરોગ્ય માટે ખરાબ વાત છે. પરંતુ કેટલાક લોકો દારૂ પીધા પછી એવા કામો કરે છે, જે જોઈને હસવું આવે છે. સોશિયલ મીડિયા પર પણ શરાબીઓનાં ઘણા ફની વીડિયો શેર કરવામાં આવે છે, જેને યુઝર્સ ખૂબ પસંદ કરે છે. આમાંથી કેટલાક વીડિયો એવા છે, જેને લોકો વારંવાર જુએ છે. નશામાં ધૂત એક વૃદ્ધનો આવો જ એક ફની વીડિયો એક IPS ઓફિસરે શેર કર્યો છે, જેને જોયા પછી વિશ્વાસ કરો, તમે તમારું હાસ્ય રોકી શકશો નહીં. ઘણીવાર તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે નશો કરવાથી લોકોનું સંતુલન ખોરવાઈ જાય છે. કારણ કે, તેને ખબર નથી પડતી કે તે શું કરી રહ્યો છે. પરંતુ, તમને આ વીડિયોમાં દારૂનાં નશામાં એક વૃદ્ધની અલગ જ સ્ટાઇલ જોવા મળશે. એક વૃદ્ધ નશામાં ટેબલ પાસે ઊભો છે. તે ગ્લાસમાં વાઇન રેડવાની પ્રયત્ન કરે છે, પરંતુ તેના હાથ ધ્રૂજવા લાગે છે. વળી, તે એ પણ જુએ છે કે તેને કોઈ જોઈ રહ્યું નથી. કોઈક રીતે તે તેના મોંઢા પાસે ગ્લાસ લઈ જાય છે, પરંતુ ધ્રુજતા હાથને કારણે તે દારૂ પી શકતો નથી. આ દરમિયાન તેની સ્ટાઈલ જોવા જેવી હોય છે.

https://twitter.com/rupin1992/status/1460818016883527689?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1460818016883527689%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.timesnowhindi.com%2Ftrending-viral%2Farticle%2Fdrunk-man-funny-video-old-drunk-man-funny-viral-video%2F372989

આ પણ વાંચો – Interesting / બાળકીનાં હાથમાં હતો મોબાઈલ અને અચાનક આવી ગયો વાંદરો, પછી જે થયુ તે જુઓ આ Video માં

આ વીડિયો પર લોકો ખૂબ જ મસ્તી કરી રહ્યા છે. IPS ઓફિસર રૂપિન શર્માએ પણ આ વીડિયોનો આનંદ લીધો અને લખ્યું, ‘પીનારાઓને સપોર્ટની જરૂર છે. #Alcohol addiction – સવારનો ડોઝ. જ્યારે રહી ન શકાય… તારા વિના. આલમ એ છે કે લોકો આ દારૂડિયાની સ્ટાઈલને પસંદ કરી રહ્યા છે અને આ વીડિયો વારંવાર જોઈ રહ્યા છે. આટલું જ નહીં, કેટલાક લોકો આ વીડિયો પર ખૂબ બકવાસ પણ કરી રહ્યા છે. તો તમને શરાબી વિશે કેવું લાગ્યું, કોમેન્ટ કરીને જણાવો.