Viral Video/ પૂરમાં કાર તણાઇ ન જાય તે માટે શખ્સે કર્યો જુગાડ,જોઇને તમે પણ ચોંકી જશો

જુગાડનો એક પછી એક રમુજી વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. કેટલાક વીડિયો જોઈને લોકો હસતા રહી જાય છે.

Videos
11 14 પૂરમાં કાર તણાઇ ન જાય તે માટે શખ્સે કર્યો જુગાડ,જોઇને તમે પણ ચોંકી જશો

દેશમાં અલગ-અલગ જુગાડ કરતા લોકો તમે જરૂર જોયા જ હશે. જુગાડનાં કિસ્સામાં ભારતીઓનો કોઈ જવાબ નથી. ‘જુગાડ ટેકનોલોજી’ અંગે સમગ્ર વિશ્વમાં ભારતની અલગ ઓળખ છે. જુગાડનો એક પછી એક રમુજી વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. કેટલાક વીડિયો જોઈને લોકો હસતા રહી જાય છે. જ્યારે, કેટલાક લોકોની ચોંકાવી દે છે.

આ પણ વાંચો – સંગ એવો રંગ! / તાલિબાનનનાં મિત્ર પાકિસ્તાને મહિલા શિક્ષકોને ટાઇટ કપડા પહેરવા પર મુક્યો પ્રતિબંધ

આ કડીમાં દેશી જુગાડનો એક ફની વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે, જે તમને હસાવશે અને આશ્ચર્યચકિત પણ કરશે. પૂરમાં કાર તણાઇ ન જાય તે માટે એેક શખ્સે એવો જુગાડ કર્યો જેને જોઇને તમે એક વખત માટે સ્તબ્ધ થઇ જશો. હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેની ખૂબ મજા માણી રહ્યા છે. આપણે બધા જાણીએ છીએ કે આ દિવસોમાં દેશનાં ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કેટલાક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ છે. કેટલાક સ્થળોએ એવી સ્થિતિ છે કે લોકો ઘરોની છત પર રહેવા મજબૂર છે. વળી, ઘણા વિસ્તારોમાં, પૂરનાં પાણીનો પ્રવાહ એટલો ઝડપી છે કે વાહનો પણ ધોવાઇ રહ્યા છે. આવી સ્થિતિમાં તેલંગાણામાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લોકોની આંખો ખુલ્લી રહી ગઈ હતી. કારણ કે, અહીં એક વ્યક્તિએ કારને તણાઇ ન જોય તે માટે એક અદ્ભુત દેશી જુગાડ કર્યો છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તો પાણીથી ભરેલો છે. એક કાર અડધી ડૂબી ગઈ છે. વળી, છત પર ઉભેલો એક માણસ, દોરડાથી કારનાં બંને ભાગો બાંધ્યા પછી, તે દોરડું છતનાં થાંભલાઓ સાથે બાંધી રહ્યો છે. આ દ્રશ્ય જોયા પછી લોકો પણ આશ્ચર્યચકિત થઇ ગયા છે.

આ પણ વાંચો – Viral Photos / હાથી અને ભેંસનો ફાઇટ કરતો ફોટો તમારા રૂંવાટા કરી દેશે ઉભા

કોઈએ આ સમગ્ર મામલો કેમેરામાં કેદ કર્યો અને વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. આ વીડિયો માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર ‘Saffron Sagar Goud’ નામનાં યુઝરે શેર કર્યો છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી હજારો લોકોએ આ વીડિયો જોયો છે અને રમુજી ‘જુગાડ ટેકનોલોજી’ પર જોરદાર કોમેન્ટ કરી રહી છે.