Not Set/ પલટન ટ્રેલર: ભારતે 1962ની હારનો ચીન સાથે કેવો લીધો હતો બદલો,જાણો 1967ના યુદ્ધની રીયલ સ્ટોરી

મુંબઇ  “પલટન” ફિલ્મનું ટ્રેલરને રિલીઝ કરવામાં આવતા જ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે.આ ટ્રેલર જોયા પછી તમે ચોક્કસપણે ‘બોર્ડર’   ફિલ્મને યાદ કરવા લાગશો. બંને ફિલ્મના નિર્માતા જેપી દત્તા છે. જેપી દત્તાની પલટન યુટ્યુબ પર મુકાયા પછી થોડા કલાકોમાં 21 મિલિયનથી વધુ વાર આ ટ્રેલરને જોવામાં આવ્યું છે. જો આ જ રીતે દર્શકો આ ટ્રેલરને જોતા રહ્યા તો આ […]

Trending Entertainment Videos
980 પલટન ટ્રેલર: ભારતે 1962ની હારનો ચીન સાથે કેવો લીધો હતો બદલો,જાણો 1967ના યુદ્ધની રીયલ સ્ટોરી

મુંબઇ 

“પલટન” ફિલ્મનું ટ્રેલરને રિલીઝ કરવામાં આવતા જ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે.આ ટ્રેલર જોયા પછી તમે ચોક્કસપણે ‘બોર્ડર’   ફિલ્મને યાદ કરવા લાગશો. બંને ફિલ્મના નિર્માતા જેપી દત્તા છે.

જેપી દત્તાની પલટન યુટ્યુબ પર મુકાયા પછી થોડા કલાકોમાં 21 મિલિયનથી વધુ વાર આ ટ્રેલરને જોવામાં આવ્યું છે. જો આ જ રીતે દર્શકો આ ટ્રેલરને જોતા રહ્યા તો આ ટ્રેલર ટૂંક સમયમાં YouTube પર ટોપ 10 માં ટ્રેન્ડીંગ થવા લાગશે.

ટ્રેલરમાં ખાખી વર્દીમાં ફરતા જવાનોને જોઇને કોઇપણ ભારતીયની દેશભક્તિ જાગે તેવો માહોલ બને છે.

ફિલ્મના નિર્માતા ઝી સ્ટુડિયોએ બુધવારે નવા પોસ્ટરને ટ્વિટ કર્યું હતું. આ ટ્રેલર સૈનિકોની વિવિધ લાગણીઓ જુદા જુદા પાત્રો દ્વારા દર્શાવે છે. ફિલ્મ ભારતની સરહદ પર થતી ચીનના આર્મીની ઘુસણખોરી પર છે.સિક્કીમ સીમા પર ચીનની ઘુસણખોરીનો સામનો કરતી ભારતીય સેનાના વીર સૈનિકોની અનટોલ્ડ સ્ટોરી તમને પલટન માં જોવા મળશે.

ટ્રેલર અને પોસ્ટરના રિલીઝ થયા પછી પ્રેક્ષકો હવે આ યુદ્ધ ફિલ્મને રિલીઝ માટે રાહ જોઈ રહ્યા છે. “બોર્ડર” અને “એલઓસી કારગિલ” પછી આ વખતે યુદ્ધ ટ્રિલોજી પ્રેક્ષકોની સામે ભારતીય અને ચીની દળો વચ્ચેના યુદ્ધની વાર્તા જાણવા માટે તૈયાર છે.

અર્જુન રામપાલ, સોનુ સુદ, ગુરમીત ચૌધરી, હર્ષવર્ધન રાણે અને સિદ્ધાંત કપૂર યુદ્ધની આ ત્રીજી ફિલ્મમાં અભિનય કરતા જોવા મળશે.

જુઓ વીડીયો..

https://youtu.be/4qspiginsaU?t=115