Not Set/ ભારતીય કેપ્ટન કોહલીએ ૧૪૯ રનની યાદગાર ઇનિંગ્સ સાથે સર્જી રેકોર્ડની વણઝાર

બર્મિઘમ, ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. ભારતની પ્રથમ ઇનિંગ્સમાં એક સમયે જયારે ટીમનો ધબડકો થયો ત્યારે કેપ્ટન વિરાટ કોહલીએ એક છેડો સાચવી રાખી ૧૪૯ રનની યાદગાર ઇનિંગ્સ રમી હતી. ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીની આ ૨૨મી સદી સાથે ભારતે પ્રથમ ટેસ્ટ મેચમાં વાપસી કરી […]

Trending Sports
ee45342303b4c9edf095c0cbe2a64afc ભારતીય કેપ્ટન કોહલીએ ૧૪૯ રનની યાદગાર ઇનિંગ્સ સાથે સર્જી રેકોર્ડની વણઝાર

બર્મિઘમ,

ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. ભારતની પ્રથમ ઇનિંગ્સમાં એક સમયે જયારે ટીમનો ધબડકો થયો ત્યારે કેપ્ટન વિરાટ કોહલીએ એક છેડો સાચવી રાખી ૧૪૯ રનની યાદગાર ઇનિંગ્સ રમી હતી.

ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીની આ ૨૨મી સદી સાથે ભારતે પ્રથમ ટેસ્ટ મેચમાં વાપસી કરી છે, તેમજ કોહલીએ આ કેપ્ટન ઇનિંગ્સ સાથે અનેક દિગ્ગજોને પાછળ છોડી અનેક રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે.

૧. વિરાટ કોહલીએ ૧૪૯ રનની યાદગાર ઇનિંગ્સ સાથે જ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અજહરૂદ્દીનો ૨૮ વર્ષ જૂનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. વિરાટ કોહલીના નામે ઈંગ્લેંડની ધરતી પર ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ પહેલા મોહમ્મદ અજહરૂદ્દીને ૧૯૯૦માં રમાયેલી લોર્ડ્સ ટેસ્ટમાં ૧૨૧ રન બનાવ્યા હતા.

૨. કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ સૌથી ઝડપી ૭૦૦૦ રન પુરા કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કોહલીએ ૭૦૦૦ રન ૧૨૪ ઇનિંગ્સમાં પુરા કર્યા છે અને વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારાને પાછળ છોડ્યા છે. આ પહેલા લારાએ ૭૦૦૦ રન ૧૬૪ ઇનિંગ્સમાં બનાવ્યા હતા.

૩. ઈંગ્લેંડમાં પહેલી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં સદી ફટકારનાર વિરાટ કોહલી ભારતના બીજા કેપ્ટન બન્યા છે. આ પહેલા ૧૯૯૦માં મોહમ્મદ અજહરૂદ્દીને ૧૨૧ રનની ઇનિંગ્સ રમી હતી.

૪. ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલી ૫૦ રનને સદીમાં તબદીલ કરવા મામલે ડોન બ્રેડમેનની નજીક પહોચ્યા છે. ૫૦ રનથી ૧૦૦ રન સુધી પહોચવા મામલે સૌથી આગળ ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન ડોન બ્રેડમેન છે. બ્રેડમેનની આ મામલે ટકાવારી ૬૯.૦૪ ટકા છે, જયારે દુનિયાના તમામ દિગ્ગજ બેટ્સમેનોને પાછળ છોડી વિરાટ કોહલીએ બીજું સ્થાન હાંસલ કર્યું છે. વિરાટ કોહલીની ૫૦ રનથી સદી તબદીલ કરવા મામલે ટકાવારી ૫૧.૧૬ ટકા છે.

૫. કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ રન બનાવવાની એવરેજના મામલે હાલના કેપ્ટનનોને પાછળ છોડ્યા છે. કોહલીની હાલની એવરેજ ૭૧ ટકા છે અને તેઓએ ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન, ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને બોલ ટેમ્પરિંગ મામલે ફસાયેલા કાંગારું ખેલાડી સ્ટીવન સ્મિથ અને ઈંગ્લેંડના કેપ્ટન જો રુટને પાછળ છોડ્યા છે.

૬. માત્ર ૧ રનથી ૧૫૦ રન ચૂકવાવાળા કેપ્ટનનોની યાદીમાં પણ વિરાટ કોહલીએ સ્થાન મેળવ્યું છે. આ પહેલા ૫ કેપ્ટન ૧ રનથી ૧૫૦ રન બનાવવાથી ચુકી ગયા છે.