Balika Vadhu 2/ નાની આનંદીને જોઈને દિલ હારી જશો તમે તમારું, બાલિકા વધુ 2નું ટીઝર થયું રિલીઝ

‘બાળલગ્ન’ જેવા મહત્વના સામાજિક મુદ્દા પર આધારીત ટીવી શો ‘બાલિકા વધુ’ ને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. આ શોએ લાંબા સમય સુધી દર્શકોનું ન માત્ર મનોરંજન કર્યુ,

Entertainment
a 305 નાની આનંદીને જોઈને દિલ હારી જશો તમે તમારું, બાલિકા વધુ 2નું ટીઝર થયું રિલીઝ

‘બાળલગ્ન’ જેવા મહત્વના સામાજિક મુદ્દા પર આધારીત ટીવી શો ‘બાલિકા વધુ’ ને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. આ શોએ લાંબા સમય સુધી દર્શકોનું ન માત્ર મનોરંજન કર્યુ, પરંતુ સમાજમાં ઘણા પોઝીટીવ  સંદેશા પણ આપ્યા. તે જ સમયે, ફરી એકવાર ‘બાલિકા વધુ’ તેની સીઝન 2 ની સાથે ટીવી પર કમબેક કરી રહ્યો છે. ‘બાલિકા વધુ 2’ નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં તમને થોડી આનંદીની ઝલક મળશે.

ટીઝરમાં આપણે જોશું કે કેવી રીતે એક નાનકડી બાળકી થ્રી વ્હીલરવાળી ગાડી ચલાવતી જોવા મળે છે, ત્યારે જ એક મહિલા કહે છે કે કેટલી સુંદર બાળકી છે, આના માટે નાનકડો રાજકુમાર શોધવો પડશે. ત્યારબાદ આ શોની થીમ જણાવતો અવાજ બેકગ્રાઉન્ડમાં સંભળાય છે, જેમાં એવું કહેવામાં આવે છે કે બાળ વિવાહ જે સમાજમાં હજી જીવંત છે હવે તેને નાબૂદ કરવા માટે જન્મ લીધો છે નવી આનંદીએ.

Instagram will load in the frontend.

કલર્સ વતી ટીઝર શેર કરતાં લખ્યું છે કે, બાળ વિવાહ એ કુપ્રથા છે જે સમાજમાં હજી જીવંત છે. તેને નાબૂદ કરવા માટે એક નવો જન્મ લીધો છે આનંદીએ. એક નવી બાલિકા વધુએ. બાલિકા વધુ સીઝન 2 ટૂંક સમયમાં જ આવી રહ્યું છે ફક્ત કલર્સ પર.આ શોનું ટીઝર રિલીઝ થતાની સાથે જ તે ચાહકોની વચ્ચે છવાય ગયું છે.

આ પણ વાંચો :પર્લ વી પુરીએ રેપનાં આરોપ પર તોડ્યું મૌન, કહ્યું – પિતાને ગુમાવ્યા, માતાને કેન્સર અને એક રાતમાં…

આપને જણાવી દઈએ કે પહેલા સીઝનમાં શ્રેયા પાટિલ, અવિકા ગૌર, પ્રત્યુષા બેનર્જી, રિદ્ધિ નાયક શુક્લા, સિદ્ધાર્થ શુક્લા, અનૂપ સોની, કેતકી દવે, શ્રેયા પાટિલ મહત્વની ભૂમિકામાં જોવા  મળ્યા હતા.

આ પણ વાંચો :અનુપમા ના સેટ પર પુત્રવધૂને સરપ્રાઈઝ આપવા પહોંચ્યા મિથુન ચક્રવર્તી, શું તમે જાણો છો તે કોણ છે?

આપને જણાવી દઈએ કે, બાલિકા વધુ 2 નું શૂટિંગ રાજસ્થાનમાં શરૂ થઇ ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સ જૂની શૈલીની વાર્તા રાખવા જઇ રહ્યા છે પરંતુ તેને આજના સમય સાથે જોડીને બતાવવામાં આવશે. સમાચાર અનુસાર આનંદી અને જગ્યાના રોલ માટે શ્રેયા પટેલ અને વંશ સયાનીને મેકર્સએ સહી કર્યા છે. જોકે, મેકર્સએ આ નામો પર હજી સુધી કોઈ મહોર લગાવી નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ સિરિયલ ઓગસ્ટ મહિનાથી શરૂ થઈ શકે છે.

આ પણ વાંચો :અનુષ્કા શર્માની દીકરી વામિક ની પહેલી ઝલક આવી સામે, કોની કોપી લાગી રહી છે આ લાડલી