accident case/ દિલ્હીમાં યુવાન ફિલ્મકારનું અકસ્માતમાં મૃત્યુ, ‘લોકો મદદ કરવાના બદલે વીડિયો ઉતારવામાં મશગૂલ’

દિલ્હીમાં એક ફિલ્મકાર પિયૂષપાલનું અકસ્માતમાં મૃત્યુ થયું. અકસ્માત સમયે લોકો મદદ કરવાના બદલે વીડિયો ઉતારવામાં મશગૂલ બન્યા. આ ઘટનામાં વધુ શરમજનક બાબત ત્યારે બની જ્યારે યુવાન ફિલ્મકાર મૃત્યુ સામે ઝઝૂમી રહ્યો હતો ત્યારે કેટલાક લોકો તેના સામાનની ચોરીકરી ભાગી ગયા.

Top Stories India
YouTube Thumbnail 10 દિલ્હીમાં યુવાન ફિલ્મકારનું અકસ્માતમાં મૃત્યુ, 'લોકો મદદ કરવાના બદલે વીડિયો ઉતારવામાં મશગૂલ'

દિલ્હીમાં એક ફિલ્મકારનું અકસ્માતમાં મૃત્યુ થયું. આ યુવાન ફિલ્મકાર રસ્તા પર તરફડતો રહ્યો પરંતુ કોઈ મદદે ના આવ્યું. અકસ્માત સમયે લોકો મદદ કરવાના બદલે વીડિયો ઉતારવામાં મશગૂલ બન્યા. આ ઘટનામાં વધુ શરમજનક બાબત ત્યારે બની જ્યારે યુવાન ફિલ્મકાર મૃત્યુ સામે ઝઝૂમી રહ્યો હતો ત્યારે કેટલાક લોકો તેના સામાનની ચોરીકરી ભાગી ગયા.

અકસ્માતની આ ઘટના દિલ્હીના આઉટર રિંગ રોડ પર બનવા પામી હતી. આ ઘટનામાં ભોગ બનેલ ફિલ્મકારનું પિયૂષ પાલ છે જે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવે છે. દિલ્હીના આઉટર રિંગ રોડ પરની આ ઘટના નજીકના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે. જેમાં દેખાય છે કે પિયૂષ પાલ બાઈક પર પોતાના લેપટોપ બેગ સાથે આઉટર રિંગ રોડ પરથી પસાર થાય છે. ત્યારે એક બાઈક ચાલક પાછળથી પિયૂષની બાઈકની ટક્કર મારે છે અને તેના કારણે તે જમીન પર પડી જાય છે. પિયૂષ પાલ જમીન પર પટકાતા જ માથામાંથી લોહી નીકળવા લાગે છે. તેની આ હાલત પર કેટલાક લોકો મદદ કરવાના બદલે વીડિયો બનાવા લાગે છે. તો કોઈ વ્યક્તિ પિયૂષનું લેપટોપ ચોરી ભાગી જાય છે. જો કે બાદમાં કેટલાક લોકો મદદ કરવા માટે રોકાયા અને પીયૂષને ઓટોમાં બેસાડી નજીકના ક્લિનિકમાં લઈ ગયા. અને કોઈ વ્યક્તિની ફરિયાદ બાદ પોલીસ ઘટના સ્થળે પંહોચે છે.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માતની ઘટનાની તપાસ કરે છે.  જો કે તે સમયે પિયૂષને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો. મૃતદેહની તપાસ બાદ તેને પરિવારને સોંપવામાં આવ્યો હતો, ત્યારબાદ યુવકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે જણાવ્યું કે શનિવારે રાત્રે પોલીસ સ્ટેશન નજીક આ ઘટના અંગે ફોન આવ્યો હતો. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેમને ખબર પડી કે ઘટનામાં ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, બંને બાઇકો એકબીજા સાથે અથડાયાની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.


whatsapp ad White Font big size 2 4 દિલ્હીમાં યુવાન ફિલ્મકારનું અકસ્માતમાં મૃત્યુ, 'લોકો મદદ કરવાના બદલે વીડિયો ઉતારવામાં મશગૂલ'


આ પણ વાંચો : Gold/ અમદાવાદમાં નોટબંધી પછી પહેલીવાર ઓક્ટોબરમાં સોનાની આયાત વધીને 15.2 મેટ્રિક ટન થઈ

આ પણ વાંચો : Delhi/ આજે CM કેજરીવાલ ED સમક્ષ હાજર નહીં થાય, નોટિસ પર આપ્યો જવાબ

આ પણ વાંચો : Ahmedabad/ અસામાજિક તત્વો બન્યા બેફામ! સરકારી સ્કૂલમાં આગ ચાંપી