આપઘાત/ જાહેર રોડ પર યુવકે આપઘાત કર્યો, ટ્રાફિક પોલીસે યુવકનો જીવ બચાવ્યો

સિવિલ હોસ્પીટલમાંથી માહિતી મળી હતી કે યુવક માનસિક બીમાર હોય તેમ લાગી રહ્યું છે

Gujarat
IMG 20210729 185019 જાહેર રોડ પર યુવકે આપઘાત કર્યો, ટ્રાફિક પોલીસે યુવકનો જીવ બચાવ્યો

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. અહી જાહેર રોડ પર એક યુવક જાતે જ પોતાના ગળે બ્લેડ મારી ગળું કાપી રહ્યો હતો. જો કે આ અંગેની જાણ ત્યાં ફરજ બજાવતા એલ.આર.ને થતા તે સાથી ટ્રાફિક કર્મચારીઓ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બાદમાં યુવકને ૧૦૮ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. બીજી તરફ યુવકના શરીરમાંથી વધુ લોહી વહી જતા તેમજ ગળાના ભાગે ઊંડો ઘા થઇ જતા તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું

 

સુરતના પાંડેસરા સ્થિત બાટલી બોય નજીક એક ઇસમ રોડની બીજી સાઈડ પર ઉભો હતો અને જાતે જ પોતાના ગળા પર બ્લેડ મારી રહ્યો હતો. આ ઘટનાની જાણ એક મોપેડ ચાલકે ત્યાં ટ્રાફિક વિભાગમાં એલ.આર. તરીકે ફરજ બજાવતા અનિરુદ્ધસિંહ રાઠોડને કરી હતી. આ સાંભળી તેઓ ચોકી ઉઠ્યા હતા. ઘટનાની જાણ થતા જ તેઓ સાથી કર્મચારીઓ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યાં જઈને જોયું તો ત્યાં લોકોનું ટોળું હાજર હતું. પરંતુ તમાશો જોઈ રહી હતી. ટ્રાફિક કર્મચારીઓ તેનો હાથ પકડીને રોકવાની કોશિશ કરી હતી. પરંતુ હાથ છોડતાની સાથે જ ફરીથી બ્લેડના ઘા મારવા લાગતો હતો. જેથી તેઓંએ તાત્કાલિક ૧૦૮ને બોલાવી હતી અને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.

 

આ સમગ્ર ઘટના અંગે સિવિલ હોસ્પીટલમાંથી માહિતી મળી હતી કે યુવક માનસિક બીમાર હોય તેમ લાગી રહ્યું છે. તેમજ તેના શરીરમાંથી ઘણું લોહી વહી ગયું હતું. જેથી ઓપરેશન કરવાની ફરજ પડી છે. જો કે યુવક કોણ છે તે અંગે કોઈ માહિતી મળી ન હતી. હાલ યુવકની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે.

યુવકને બચાવી તાત્કાલિક હોસ્પિટલ ખસેડતા ત્યાં હાજર લોકોએ ટ્રાફિક જવાનોની કામગીરી બિરદાવી હતી. જો યુવકને સમયસર સારવાર ન મળી હોતે તો કદાચ યુવકનું મોત પણ થઇ શકે એમ હતો. પરંતુ જવાનોની સમયસુચકતાના કારણે હાલ પુરતો તેનો જીવ બચી ગયો છે. અને તેની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે.