જવાન શહીદ/ લીલાપૂર ગામના ઇન્ડિયન નેવીમાં ફરજ બજાવતો યુવાન થયો શહીદ, બહેને આપ્યો અગ્નિદાહ

સીપના એન્જીન રડાર ચાલુ કરવા માટે સીપના અંડર ડોરમાં ઉતરતા કોઈ કારણોસર તેમનો પગ લપસી જતા એન્જીનના રડારના ચક્કરોમાં પગ આવી જતા બંને પગમા ઇજા પહોંચતા તેઓને સારવાર માટે પોરબંદરથી એન.એમ.વિરાણી વોર્કહાર્ડ રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા હતા, ત્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

Top Stories Gujarat
nevi javan shahid લીલાપૂર ગામના ઇન્ડિયન નેવીમાં ફરજ બજાવતો યુવાન થયો શહીદ, બહેને આપ્યો અગ્નિદાહ

દેવજી ભરવાડ, મંતવ્ય ન્યુઝ @સુરેન્દ્રનગર

લખતર તાલુકાના લીલાપુર ગામમાં રહેતા હરિકૃષ્ણભાઈ હરજીવનભાઈ થડોદા ( પટેલ ) રહે. લીલાપુર ઉ.વર્ષ આશરે ૫૦ ના પુત્ર કુલદીપભાઈ હરિકૃષ્ણભાઈ થડોદા (પટેલ) યુવાન જેઓ આજથી ચાર વર્ષ પહેલા ૨૦૧૭ એપ્રિલમાં ઇન્ડિયનનેવીમાં ભરતી થયા હતા. જેઓએ ભરતી થયા બાદ ૬ મહિના ઓડિસા, ૧ મહિનો બોમ્બે,૧ મહિનો ગોવા ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાનું પહેલું પોસ્ટિંગ આઈ.એન.એસ. બ્રહ્મપુત્ર યુનિટમાં મુંબઈ ખાતે ફરજ બજાવતા હતા.

nevi javan shahid 5 લીલાપૂર ગામના ઇન્ડિયન નેવીમાં ફરજ બજાવતો યુવાન થયો શહીદ, બહેને આપ્યો અગ્નિદાહ

સારવાર દરમ્યાન મોત

જેઓ ૨૮/૭/૨૦૨૧ના રોજ પોરબંદરથી મુંબઈ તરફ શીપલઈને જઈ રહીયા હતા ત્યાંરે શીપના એન્જીન રડાર ચાલુ કરવા માટે સીપના અંડર ડોરમાં ઉતરતા કોઈ કારણોસર તેમનો પગ લપસી જતા, એન્જીનના રડારના ચક્કરોમાં પગ આવી જતા બંને પગમા ઇજા પહોંચતા તેઓને સારવાર માટે પોરબંદરથી એન.એમ.વિરાણી વોર્કહાર્ડ રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા હતા, ત્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

nevi javan shahid 2 લીલાપૂર ગામના ઇન્ડિયન નેવીમાં ફરજ બજાવતો યુવાન થયો શહીદ, બહેને આપ્યો અગ્નિદાહ

લીલાપુર ખાતે વિરાજંલી

જે યુવાનના પાર્થિવદેહને રાજકોટથી પોતાના વતન લીલાપુર ખાતે લાવામાં આવ્યો હતો જ્યાં આજે સવારે પોતાના ઘેરથી વિરાજંલી યાત્રા નીકળી હતી. લીલાપુર ગામના નાગરિકોએ યુવાનને ભાવ ભીની વિદાય આપતાં લોકોના આંખમાં આંસુઓ જોવા મળ્યા હતા જેઓને અંતિમ સંસ્કાર પહેલા ઇન્ડિયન નેવીના લેફ્ટએન્ડ કમાન્ડર પ્રતીક અરોડા તેમજ તેમના સ્ટાફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું સાથે લખતર પોલીસ દ્વારા પણ ગાર્ડ ઓફ ઓનર આપી સલામી આપી હતી.

nevi javan shahid 4 લીલાપૂર ગામના ઇન્ડિયન નેવીમાં ફરજ બજાવતો યુવાન થયો શહીદ, બહેને આપ્યો અગ્નિદાહ

ગ્રામજનો તેમજ તેમના મિત્રવર્તુળો દ્વારા પણ શ્રદ્ધાજલી

સાથોસાથ ગ્રામજનો તેમજ તેમના મિત્રવર્તુળો દ્વારા પણ શ્રદ્ધાજલી આપી હતી શહીદ યુવાનના અંતિમ સંસ્કાર માટે લીલાપુર ગામના મુક્તિધામ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં કુલદીપભાઈની બેન મેઘાબેન દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જે અંતિમયાત્રામાં રાજકીય આગેવાનો, ગ્રામજનો,યુવાનો,સ્નહીજનો, મિત્ર વર્તુળ,મહિલાઓ,સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. લીલાપૂર ગામની શેરીઓમાંથી નીકળેલ અંતિમયાત્રા વેળાએ શેરીઓ સાંકડી પડી હતી. ગ્રામજનોએ વીર શહીદને ભારે હૈયે વિદાય આપતાં સમયે લોકોના આંખમાંથી અશ્રુધારા વહી હતી. લોકો દ્વારા વંદે માતરમ…કુલદીપ પટેલ અમર રહો ના ….. નારા લગાવ્યા હતા.

majboor str 18 લીલાપૂર ગામના ઇન્ડિયન નેવીમાં ફરજ બજાવતો યુવાન થયો શહીદ, બહેને આપ્યો અગ્નિદાહ