Not Set/ અન્ય ધર્મોની યુવતિઓ લવ જેહાદ દ્વારા આતંકવાદમાં ધકેલાઈ રહી છેઃ બિશપ

ભારત જેવા લોકશાહી દેશમાં અન્ય ધર્મોના લોકોને હથિયારો દ્ધારા નાશ કરવા સહેલા નથી માટેપોતાનું લક્ષ્ય હાંસલ કરવા આવી અન્ય યુક્તિઓ અપનાવી રહ્યા છે

Top Stories
બિસપ અન્ય ધર્મોની યુવતિઓ લવ જેહાદ દ્વારા આતંકવાદમાં ધકેલાઈ રહી છેઃ બિશપ

કેરળના એક કેથોલિક બિશપે  કહ્યું કે રાજ્યમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી છોકરીઓ “લવ જેહાદ અને નાર્કોટિક જેહાદ” ના જાળમાં ફસાવામાં આવી રહી છે. જ્યાં હથિયારોનો ઉપયોગ કરી શકાતો નથી ત્યાં ઉગ્રવાદીઓ અન્ય ધર્મોની યુવતીઓને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બિશપે કહ્યું કે જેહાદીઓ આતંકવાદી પ્રવૃત્તિઓ ઉપરાંત આર્થિક લાભ માટે અન્ય ધર્મોની મહિલાઓનો દુરુપયોગ કરવા માટે પ્રેમ અને અન્ય માધ્યમોનો ઉપયોગ કરે છે. તેમનો ધ્યેય તેમનો ધર્મ વધારવાનો અને બિન-મુસ્લિમોને ખતમ કરવાનો છે. તેમણે કહ્યું કે તે ઉગ્રવાદીઓ માટે યુદ્ધની વ્યૂહરચના છે.

સિરો મલબાર ચર્ચ સાથે જોડાયેલા પાલા બિશપ માર જોસેફ કલરંગટ્ટાએ આરોપ લગાવ્યો હતો કે ‘લવ જેહાદ’માં બિન-મુસ્લિમ છોકરીઓ, ખાસ કરીને ખ્રિસ્તી સમુદાયની છોકરીઓને પ્રેમમાં ફસાવીને ધર્માંતરણ કરી તેમનું શોષણ કરવામાં આવે છે. પછી તેમનો ઉપયોગ આતંકવાદ જેવી વિધ્વંસક પ્રવૃત્તિઓમાં થઈ રહ્યો છે.  ઉલ્લેખનીય છે કે, કોટ્ટાયમ જિલ્લાના કુરુવિલંગદ ખાતે એક ચર્ચના કાર્યક્રમ બિશપ બધાને સંબોધી રહ્યા હતા, તે દરમિયાન તેમને આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. બિશપે સમગ્ર વિશ્વમાં અને કેરળમાં કોમીવાદ, ધાર્મિક અસહમતિ અને અસહિષ્ણુતા ફેલાવવાનો પ્રયાસ કરી રહેલા જેહાદીઓની હાજરી સામે ચેતવણી આપતા કહ્યું કે તેઓ અન્ય ધર્મોનો નાશ કરવા માટે જુદી જુદી યુક્તિઓ અપનાવી રહ્યા છે. જેમાં લવ જેહાદ અને નાર્કોટિક જેહાદ છે. જેહાદીઓ જાણે છે કે ભારત જેવા લોકશાહી દેશમાં અન્ય ધર્મોના લોકોને હથિયારો દ્ધારા નાશ કરવા સહેલા નથી, તેથી તેઓ પોતાનું લક્ષ્ય હાંસલ કરવા માટે આવી અન્ય યુક્તિઓ અપનાવી રહ્યા છે.

ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક લોકનાથ બેહરાના તાજેતરના નિવેદનોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે કેરળ આતંકવાદીઓ માટે ભર્તી કેન્દ્ર બની ગયું છે.  બિશપે દાવો કર્યો હતો કે રાજ્યમાંથી ખ્રિસ્તી અને હિન્દુ છોકરીઓને ધર્માંતરણ કરાવવામાં આવી હતી અને તાજેતરમાં અફઘાનિસ્તાનમાં આતંકવાદી શિબિરોમાં મોકલવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ મામલાની ગંભીરતાથી તપાસ થવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે જેઓ એમ કહી રહ્યા છે કે રાજ્યમાં ‘લવ જેહાદ અને નાર્કોટિક જેહાદ’ નથી, તેઓ સત્ય તરફ આંખ આડા કાન કરી રહ્યા છે.