Murder/ જામનગરમાં અંગત અદાવતમાં યુવાનની ઘાતકી હત્યા

જામનગરમાં યુવાનની અંગત અદાવતના કારણે ઘાતકી હત્યા….

Top Stories Gujarat
Image 2024 06 13T123054.639 જામનગરમાં અંગત અદાવતમાં યુવાનની ઘાતકી હત્યા

Jamanagar: જામનગરમાં યુવાનની અંગત અદાવતના કારણે ઘાતકી હત્યા કરાતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. શહેર પોલીસને જાણ થતાં જમનગર શહેર વિભાગના ડીવાયએસપી સહિતનો પોલીસનો કાફલો જી.જી. હોસ્પિટલ ખાતે પહોંચી ગયો છે.

જામનગરમાં જી.જી. હોસ્પિટલમાં જ ડ્રેસિંગ રૂમ પાસે ધર્મરાજસિંહ સુરૂભા ઝાલા નામના યુવાનની જૂની અદાવતના પગલે હત્યા કરાતાં હોસ્પિટલમાં ખળભળાટ મચી ગયો છે. જામનગર શહેર પોલીસને ઘાતકી હત્યા અંગે જાણ થતાં ડીવાયએપી જયવીર સિંહ ઝાલા, સિટી-બી ડિવિઝન ના PI પી.પી.ઝા સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો જી.જી.હોસ્પિટલે પહોંચી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ મામલે પૂછપરછ શરૂ કરી છે. હત્યા શા માટે, કેવી રીતે કરાઈ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતકની લાશને પોસ્ટમોર્ટમ મોકલી દેવામાં આવી છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન LLMની 6 કોલેજોની માન્યતા રદ કરાઈ

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ લીધાં

આ પણ વાંચો: ભારે પવન બાદ અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ