Not Set/ ટીક ટોક વિડીયો બનાવતા વાગી ગોળી, યુવકનું ઘટના સ્થળે મોત

વિડીયો બનાવીને ફેમસ થવાની લત લોકોના જીવ પણ લઇ લે છે. આવું જ એક ઉદાહરણ મહારાષ્ટ્રના શિરડીમાં જોવા મળ્યું હતું, જ્યાં ટિક ટોક વિડીયો બનાવવાની લતમાં એક યુવાનની મોત થયું હતું. શિરડીનો રહેવાસી પ્રતિક સંતોષ વાડેકર જેની ઉમર 19 વર્ષ છે તે તેના  મિત્ર સની પવાર, નિતિન અશોક વાડેકર સાથે તેના અંકલના તેરમુંમાં સામેલ થવા […]

India
gdxZKbbxc 10 ટીક ટોક વિડીયો બનાવતા વાગી ગોળી, યુવકનું ઘટના સ્થળે મોત

વિડીયો બનાવીને ફેમસ થવાની લત લોકોના જીવ પણ લઇ લે છે. આવું જ એક ઉદાહરણ મહારાષ્ટ્રના શિરડીમાં જોવા મળ્યું હતું, જ્યાં ટિક ટોક વિડીયો બનાવવાની લતમાં એક યુવાનની મોત થયું હતું.

શિરડીનો રહેવાસી પ્રતિક સંતોષ વાડેકર જેની ઉમર 19 વર્ષ છે તે તેના  મિત્ર સની પવાર, નિતિન અશોક વાડેકર સાથે તેના અંકલના તેરમુંમાં સામેલ થવા માટે આવ્યો હતો. તેઓએ એક હોટેલમાં રૂમ બુક કરાવ્યો હતો.

શિરડીના ડેપ્યુટી એસ.પી સોમનાથ વાઘચૌરેએ માહિતી આપતા જણાવ્યું કે હોટેલના રૂમમાં તેઓ બધા ટીક ટોક વિડીયો બનાવી રહ્યા હતા. સની તેના હાથમાં દેસી પિસ્તોલ લઈને વિડીયો શૂટ કરી રહ્યો હતો. આ દરમિયાન ગોળી ચાલી ગઈ અને પ્રતીકની છતીમાં જઈને વાગી. આ ઘટનાથી બધા ગભરાઈ ગયા અને હોટેલ છોડીને ભાગી ગયા.

ગોળી ચલાવવાનો અવાજ સાંભળી ત્યાં પહોંચેલા હોટેલ સ્ટાફે હોટલના માલિકને સૂચના આપી, જેણે પોલીસને ઘટનાની માહિતી આપી. પોલીસ મૃતકના બંને મિત્રો સની અને નિતિનની શિરડીથી ધરપકડ કરી છે. પોલીસ આરોપીઓથી પૂછપરછ કરી રહી છે કે તેઓ દેસી પિસ્તોલ ક્યાંથી આવી છે.