Not Set/ ટિકટોકમાં વિડિયો બનાવવા માટે યુવાનો મોતની લઇ રહ્યા છે છલાંગ

બિહારનાં દરભંગા જિલ્લામાં સ્થાનિક યુવાનો નદીનાં ભારે વેણ વચ્ચે કૂદી રહ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેનુ કારણ જાણીને તો આપને પણ નવાઇ લાગશે. આ યુવાનો માત્ર ટિકટોક પર એક વિડિયો બનાવવા જીવને જોખમમાં મુકી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, અહી પૂર આવવાના કારણે નદીનું જળસ્તર વધી ગયુ છે. જો કે તેનાથી બેફિકર થઇને […]

India
tiktokvideo1215 ટિકટોકમાં વિડિયો બનાવવા માટે યુવાનો મોતની લઇ રહ્યા છે છલાંગ

બિહારનાં દરભંગા જિલ્લામાં સ્થાનિક યુવાનો નદીનાં ભારે વેણ વચ્ચે કૂદી રહ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેનુ કારણ જાણીને તો આપને પણ નવાઇ લાગશે. આ યુવાનો માત્ર ટિકટોક પર એક વિડિયો બનાવવા જીવને જોખમમાં મુકી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, અહી પૂર આવવાના કારણે નદીનું જળસ્તર વધી ગયુ છે. જો કે તેનાથી બેફિકર થઇને અહી યુવાનો કૂદકો મારી રહ્યા છે.

ગુરુવારે આ નદી પર એક છોકરો ટિકટોક વિડિયો રેકોર્ડ કરતા ડૂબી ગયો હતો. દરભંગાનાં ડીએમનુ કહેવુ છે કે અમે સ્થાનિક લોકોને વારં-વારં અપીલ કરી છે કે અહી રોમાંચ માટે સેલ્ફી લેવાનુ અને વિડિયો બનાવવાનું બંધ કરે. આપને જણાવી દઇએ કે, બિહારમાં આવેલા પૂરનાં કારણે મોતનો આંકડો વધતો જ જઇ રહ્યો છે. આસામ અને બિહારમાં પૂરથી થયેલી મોતનો આંકડો હવે 198 પર પહોચી ગયો છે. બિહાર આપત્તિ વ્યવસ્થાપન વિભાગ મુજબ 13 જિલ્લાનાં 106 બ્લોકોનાં 1241 પંચાયતોમાં 82.12 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.

બિહારમાં પૂરનાં પરિસ્થિતિ ઘણી ખરાબ થઇ ગઇ છે. જેને લઇને રાહત બચાવનું કામ જોર સોરથી ચાલી રહ્યુ છે. સરકાર તરફથી પ્રત્યેક મૃતકનાં પરિવારજનોને 4 લાખ રૂપિયાની રાશિ પ્રદાન કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.