નામકરણ/ યુવરાજ સિંહે પુત્રનું રાખ્યું યુનિક નામ,પત્ની સાથે કર્યો ફોટો શેર

પૂર્વ ભારતીય ક્રિકેટર અને 2011 વર્લ્ડ કપ વિજેતા યુવરાજ સિંહે રવિવારે પોતાના ચાહકો માટે સારા સમાચાર આપ્યા. યુવરાજ સિંહ અને તેની પત્ની હેઝલ કીચે ફાધર્સ ડેના અવસર પર પોતાના પુત્રનું નામ જાહેર કર્યું છે

Top Stories Sports
10 17 યુવરાજ સિંહે પુત્રનું રાખ્યું યુનિક નામ,પત્ની સાથે કર્યો ફોટો શેર

પૂર્વ ભારતીય ક્રિકેટર અને 2011 વર્લ્ડ કપ વિજેતા યુવરાજ સિંહે રવિવારે પોતાના ચાહકો માટે સારા સમાચાર આપ્યા. યુવરાજ સિંહ અને તેની પત્ની હેઝલ કીચે ફાધર્સ ડેના અવસર પર પોતાના પુત્રનું નામ જાહેર કર્યું છે. યુવરાજ-હેઝલના પુત્રનું નામ ઓરિઅન કીચ સિંહ રાખવામાં આવ્યું છે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી યુવરાજ સિંહે પણ સોશ્યિલ મીડિયા પર પુત્ર ઓરિયનની તસવીરો શેર કરી હતી, જેમાં પત્ની હેઝલ કીચ પણ તેની સાથે છે. ફાધર્સ ડેના અવસર પર યુવરાજ સિંહનું આ સરપ્રાઈઝ ચાહકોને ખુબજ ગમ્યું છે.

યુવરાજ સિંહે ટ્વીટ કરીને લખ્યું કે દુનિયામાં આપનું સ્વાગત છે ઓરિયન કીચ સિંહ. મમ્મી-પપ્પા તેમના નાના પુત્રને ખૂબ પ્રેમ કરે છે. જ્યારે ચાહકોને યુવરાજ-હેઝલના પુત્રનું નામ જાણવા મળ્યું તો બધા તેનો અર્થ પણ શોધવા લાગ્યા. બંનેએ પોતે ઓરિઅન કીચ સિંહ નામ પાછળની સ્ટોરી પણ જણાવી મૃગશીર્ષ એક નક્ષત્ર છે અને બાળકો માતાપિતા માટે તારા છે. જ્યારે હેઝલ ગર્ભવતી હતી અને હોસ્પિટલમાં હતી ત્યારે તેને આ અંગેનો વિચાર આવ્યો હતો.

યુવરાજે કહ્યું કે હું પણ મારા પુત્રના નામ સાથે હેઝલનું નામ ઉમેરવા માંગતો હતો માટે જ  અમે તેનું નામ ઓરિઅન કીચ સિંહ રાખ્યું છે. યુવીએ કહ્યું કે જ્યારે અમે બાળક માટે પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે શરૂઆતમાં અમને સફળતા નહતી મળી. જ્યારે હેઝલ પ્રેગ્રન્સીના ચોથા મહિનામાં હતી ત્યારે તે લંડન જતી રહી હતી.

યુવીએ કહ્યું કે તે સમયે મારે પણ ત્યાં જવાનું હતું, પરંતુ મને કોરોના થયો જેના કારણે મારે હેઝલને મળવા માટે  લાંબી રાહ જોવી પડી હતી. ઉલ્લેખનીય છે કે યુવરાજ સિંહ અને હેઝલ કીચના લગ્ન 2016માં થયા હતા, યુવીએ તેની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ 2017માં રમી હતી.