પાકિસ્તાન/ કંધહાર વિમાન અપહરણ કાંડમાં સામેલ આતંકવાદી ઝહૂરની કરવામાં આવી હત્યા,જાણો

ઇન્ડિયન એરલાઇન્સ IC 814 હાઇજેકર ઝહૂર ઇબ્રાહિમની પાકિસ્તાનના કરાચીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે

Top Stories India
1 23 કંધહાર વિમાન અપહરણ કાંડમાં સામેલ આતંકવાદી ઝહૂરની કરવામાં આવી હત્યા,જાણો

ઇન્ડિયન એરલાઇન્સ IC 814 હાઇજેકર ઝહૂર ઇબ્રાહિમની પાકિસ્તાનના કરાચીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે મિસ્રની ઓળખ સાથે ઝાહિદ અખુંદના નામથી કરાચીમાં રહેતો હતો. તેની પાસે કરાચી સ્થિત ક્રેસન્ટ ફર્નિચરની દુકાન ચલાવતો હતો.તેની પાકિસ્તાનમાં બે અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા કરી દીધી છે.

અહેવાલો અનુસાર, ઇબ્રાહિમની હત્યા આયોજનપૂર્વક કરવામાં આવી હતી. હુમલાખોરોએ તેના ફર્નિચરના વેરહાઉસમાં તેના માથા પર બે ગોળી ચલાવી હતી. સીસીટીવી ફૂટેજમાં બે મોટરસાઈકલ પર સવાર યુવકો આ વિસ્તારમાં ફરી રહ્યા હતા. બંનેએ તેમના ચહેરા ઢાંકેલા હતા, જ્યારે એકે હેલ્મેટ પહેર્યું હતું અને બીજાએ પોતાની ઓળખ છુપાવવા માટે ફેસ માસ્કનો ઉપયોગ કર્યો હતો. આ સનસનીખેજ હત્યા બાદ પોલીસે હુમલાખોરોને પકડવા માટે સઘન તપાસ હાથ ધરી છેજૈશ-એ-મોહમ્મદ (JeM)ના વડા મસૂદ અઝહરના ભાઈ રઉફ અસગર કરાચીમાં ‘અખુંદ’ના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા.

ઉલ્લેખનીય છે કે, મિસ્ત્રી ઝહૂર ઈબ્રાહિમ ઈન્ડિયન એરલાઈન્સના આઈસી-814 એરક્રાફ્ટના હાઈજેકમાં સામેલ હતો, જેને 24 ડિસેમ્બર, 1999ના રોજ નેપાળથી પાંચ હાઈજેકર્સ દ્વારા હાઈજેક કરવામાં આવ્યું હતું.

24 ડિસેમ્બર, 1999 ના રોજ 179 મુસાફરો અને 11 ક્રૂ સભ્યો સાથે કાઠમંડુથી નવી દિલ્હી જતી ભારતીય એરલાઇન્સની ફ્લાઇટ હાઇજેક કરવામાં આવી હતી. પાંચ હાઈજેકરોએ પાઈલટને પ્લેનને અફઘાનિસ્તાનના કંદહાર લઈ જવા દબાણ કર્યું હતુંઆતંકવાદીઓ મસૂદ અઝહર અલ્વી, સૈયદ ઉમર શેખ અને મુશ્તાક અહેમદ ઝરગરની મુક્તિ માટેની વાટાઘાટો બાદ 31 ડિસેમ્બર, 1999ના રોજ મુસાફરોને ભારતીય જેલોમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો