Not Set/ અંતે પંજાબના CM ચન્ની સિદ્વુ સામે ઝુક્યા AGનું રાજીનામું મંજૂર

પંજાબ પીસીસી ચીફ નવજોત સિંહ સિદ્ધુ અને સીએમ ચરણજીત સિંહ ચન્ની વચ્ચે શરૂઆતથી જ સરકારી નિમણૂંકોને લઈને ઝઘડો ચાલી રહ્યો છે.ઘણી વખત સિદ્ધે રાજ્ય સરકાર સામે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે.

Top Stories India
AAKKKK અંતે પંજાબના CM ચન્ની સિદ્વુ સામે ઝુક્યા AGનું રાજીનામું મંજૂર

પંજાબની ચરણજીત સિંહ ચન્ની સરકારે રાજ્યના એડવોકેટ જનરલ અમર પ્રીત સિંહ દેઓલનું રાજીનામું સ્વીકારી લીધું છે. એડવોકેટ જનરલના રાજીનામા બાદ હવે પોલીસ મહાનિર્દેશકને બદલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.ઉલ્લેખનીય છે કે પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ દેઓલની નિમણૂકનો સખત વિરોધ કર્યો હતો. જેના લીધે દેઓલે 1 નવેમ્બરે રાજીનામું આપ્યું હતું. જે હવે મંજૂર કરવામાં આવ્યું છે. પંજાબ સરકારે 27 સપ્ટેમ્બરે દેઓલને રાજ્યના એડવોકેટ જનરલ તરીકે નિયુક્ત કર્યા હતા.

પંજાબ પીસીસી ચીફ નવજોત સિંહ સિદ્ધુ અને સીએમ ચરણજીત સિંહ ચન્ની વચ્ચે શરૂઆતથી જ સરકારી નિમણૂંકોને લઈને ઝઘડો ચાલી રહ્યો છે.ઘણી વખત સિદ્વુ  જાહેરમાં નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા છે. આ વિવાદ કોંગ્રેસ પક્ષ માટે માથાનો દુખાવો બની ગયો છે. સિદ્ધુ પોતાની સરકાર અને પાર્ટી પર નિશાન સાધવાની કોઈ તક છોડતા નથી.

આ દરમિયાન સોમવારે પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ ચૌધરીએ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક ત્યારે બોલાવવામાં આવી હતી જ્યારે નવજોત સિંહ સિદ્ધુએ થોડા કલાકો પહેલા 2015ના કોટકપુરા પોલીસ ફાયરિંગની ઘટનાની તપાસને લઈને પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને રાજ્ય સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવજોત સિંહ સિદ્ધુના નજીકના કેબિનેટ મંત્રી પરગટ સિંહ પણ બેઠકમાં હાજર હતા. મીટિંગ દરમિયાન સિદ્ધુએ રાજ્યના એડવોકેટ જનરલ એપી એસ દેઓલ અને કાર્યવાહક પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ઈકબાલ પ્રીત સિંહ સહોતાની નિમણૂકનો મુદ્દો ઉઠાવ્યો હોવાનું માનવામાં આવે છે. જે બાદ હવે દેઓલનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. પંજાબ સરકાર એગ્રીકલ્ચર એક્ટ અંગે કેન્દ્રના નોટિફિકેશનને રદ્દ કરવા અને BSFના કાર્યક્ષેત્રને વિસ્તારવા માટે વિધાનસભાના વિશેષ સત્રમાં પ્રસ્તાવ લાવશે.