Not Set/ અમદાવાદઃ મેયરના ઘરની બહાર બસ કંડક્ટર્સનો વિરોધ

  અમદાવાદમાં AMTSના  કોન્ટ્રાક્ટ પર કામ કરતા કંડક્ટરોએ મેયરના ઘર બહાર ધામા નાખ્યા છે..છેલ્લા કેટલાય સમયથી .તેમની માંગણી ન સંતોષાતા મેયરના ઘર બહાર ધરણાં કર્યા…  સતત બીજા દિવસે પણ કંડક્ટર્સનો રોષ જોવા મળ્યો હતો. શનિવારે સવારે તમામ કંડક્ટરો શહેરના મેયર ગૌતમ શાહના નિવાસ્થાને પહોંચી ગયા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમણે તંત્ર વિરુદ્ધ સુત્રોચ્ચાર […]

Gujarat

whatsapp-image-2016-10-29-at-9-42-56-am

 

અમદાવાદમાં AMTSના  કોન્ટ્રાક્ટ પર કામ કરતા કંડક્ટરોએ મેયરના ઘર બહાર ધામા નાખ્યા છે..છેલ્લા કેટલાય સમયથી .તેમની માંગણી ન સંતોષાતા મેયરના ઘર બહાર ધરણાં કર્યા…  સતત બીજા દિવસે પણ કંડક્ટર્સનો રોષ જોવા મળ્યો હતો. શનિવારે સવારે તમામ કંડક્ટરો શહેરના મેયર ગૌતમ શાહના નિવાસ્થાને પહોંચી ગયા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમણે તંત્ર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. ઉપરાંત કાંકરિયામાં ફરજ બજાવતાં કર્મીઓ પણ વિરોધમાં જોડાયા છે.હડતાળ પર ઉતરેલા કંડક્ટરોમાંથી 1 હજાર જેટલા કંડક્ટરોએ પરિવાર સાથે એએમટીએસ ચેરમેન ચંદ્રપ્રકાશ દવેના જોધપુર સ્થિત ઘર સામે દેખાવો કર્યા હતા. જેની જાણ થતા સેટેલાઈટ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કંડક્ટરોની અટકાયત કરી પોલીસ મથકે લઈ ગઈ હતી. કંડક્ટરોના સંગઠનના પ્રમુખ વિજય વાટલિયાએ જણાવ્યું કે, જ્યાં સુધી કંડક્ટરોની માગ નહીં સ્વીકારાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.