Not Set/ અમદાવાદ/ કોરોનાથી વધુ એક પોલીસકર્મીનું મોત, 20 દિવસ પહેલા જ ભાઈએ ગુમાવ્યો હતો જીવ

ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લઇ રહ્યું. રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદવાદમાં છે. જણાવીએ કે અમદાવાદમાં કોરોનાથી વધુ એક પોલીસકર્મીનું મોત નિપજ્યું છે. એક જ પરિવારમાં બે ભાઈઓના કોરોનાથી  મોત  નિપજ્યું છે. આપને જણાવી દઈએ કે અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ સોમાજીનું કોરોનાથી મોત નિપજ્યું છે. 20 દિવસ બાદ તેમના સગા […]

Ahmedabad Gujarat
d4dc1d2bb65b2a41d3d1fc5ddd85794e અમદાવાદ/ કોરોનાથી વધુ એક પોલીસકર્મીનું મોત, 20 દિવસ પહેલા જ ભાઈએ ગુમાવ્યો હતો જીવ
d4dc1d2bb65b2a41d3d1fc5ddd85794e અમદાવાદ/ કોરોનાથી વધુ એક પોલીસકર્મીનું મોત, 20 દિવસ પહેલા જ ભાઈએ ગુમાવ્યો હતો જીવ

ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લઇ રહ્યું. રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદવાદમાં છે. જણાવીએ કે અમદાવાદમાં કોરોનાથી વધુ એક પોલીસકર્મીનું મોત નિપજ્યું છે. એક જ પરિવારમાં બે ભાઈઓના કોરોનાથી  મોત  નિપજ્યું છે.

આપને જણાવી દઈએ કે અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ સોમાજીનું કોરોનાથી મોત નિપજ્યું છે. 20 દિવસ બાદ તેમના સગા ભાઈ મુકેશભાઈનું એસવીપી હોસ્પિટલમાં કોરોનાથી મોત નિપજ્યું છે.પરિવારે 20 દિવસમાં ઘરના બે મોભીને ગુમાવ્યા છે.  

અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં કોરોનાના 346 કેસ સામે આવ્યા છે. શહેરમાં આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંક હવે 14631 થઇ ગયો છે. 

રાજ્યમાં છેલ્લા24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના વધુ 477 કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 20574 થઇ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.