Banned Cigarettes/ મુન્દ્રા પોર્ટ પરથી પ્રતિબંધિત સિગારેટનો મોટો જથ્થો ઝડપાયો

મુન્દ્રા પોર્ટ પર DRIની કાર્યવાહીમાં 50 કરોડથી વધુનો પ્રતિબંધીત સિગારેટનો જથ્થો જપ્ત કરાયો છે. બે શંકાસ્પદ કન્ટેનરમાંથી આ સિગારેટ નો જથ્થો મળી આવ્યો છે

Top Stories Gujarat
Untitled 3 મુન્દ્રા પોર્ટ પરથી પ્રતિબંધિત સિગારેટનો મોટો જથ્થો ઝડપાયો
  • કચ્છઃ મુન્દ્રા પોર્ટ પર DRIની મોટી કાર્યવાહી
  • પ્રતિબંધિત સિગારેટનો મોટો જથ્થો ઝડપાયો
  • 50 કરોડથી વધુનો જથ્થો ઝડપી પાડ્યો
  • સુરત બાદ મુન્દ્રામાં DRIની કાર્યવાહી
  • બે શંકાસ્પદ કન્ટેનરમાં મળ્યો સિગારેટનો જથ્થો

મુન્દ્રા પોર્ટ માદક દ્રવ્યોની હેરાફેરી માટે હોટસ્પોટ  બનતું જાય છે. અવારનવાર મુન્દ્રા પોર્ટ પરથી પ્રતિબંધિત માદક પદાર્થો ઝડપાય છે. ત્યારે હવે ફરી એકવાર પ્રતિબંધિત સિગારેટનો મોટો જથ્થો મુન્દ્રા બંદરેથી મળી આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મુન્દ્રા પોર્ટ પર DRIની કાર્યવાહીમાં 50 કરોડથી વધુનો પ્રતિબંધીત સિગારેટનો જથ્થો જપ્ત કરાયો છે. બે શંકાસ્પદ કન્ટેનરમાંથી આ સિગારેટ નો જથ્થો મળી આવ્યો છે. સુરતમાંથી પણ DRI એ કાર્યવાહી કરી પ્રતિબંધિત સિગારેટનો મોટો  જથ્થો ઝડપી પાડ્યો હતો. અને સુરત ખાતે કાર્યવાહી કર્યા બાદ DRI એ મુન્દ્રા બંદર પર વોચ ગોઠવી કાર્યવાહી કરી હતી.

અત્રે નોધનીય છે કે થોડા દિવસો અગાઉ સુરતમાં DRIએ 20 કરોડ રૂપિયાની ઈ સિગારેટનો જથ્થો જપ્ત કર્યો હતો. શહેરના સચિન હાઇવે પરથી મોટુ કન્ટેનર ઝડપી પાડ્યું હતું.કરોડોની સિગારેટ સાથે એક શખ્સની પણ ધરપકડ કરાઈ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઈ-સિગારેટનો જથ્થો ચીનથી આવ્યો  હતો. અને મુંબઈ લઈ જવાનો હતો. હાલ આ સમગ્ર મુદ્દે DRIએ વધુ તપાસ શરૂ કરી છે.

Cheetah Relatives/ ચિત્તા, દીપડો, વાઘ અને જગુઆર જાણો શું છે તફાવત ?