Not Set/ અમદાવાદ/ ભાજપના  કોર્પોરેટરનો કોરોના રીપોર્ટ આવ્યો પોઝિટીવ

ગુજરાતમાં કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે. ગુજરાતમાં કોરોના પોઝિટીવનો આંકડો ૫૦૦૦ ને પાર કરી ચુક્યો છે. ત્યારે રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં કોરોના વાયરસે માઝા મૂકી છે. દિવસે ને દિવસે કોરોના પોઝિટિવ રિપોર્ટમાં વધારો થવા લાગ્યો છે. અમદાવાદમાં વધુ એક કાઉન્સિલરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકીય લોકોમાં હડકમ્પ મચી જવા પામેલ છે. આજે અમદાવાદ મહાનગર […]

Ahmedabad Gujarat
e9e996d118744c0bf44609e7486f781e અમદાવાદ/ ભાજપના  કોર્પોરેટરનો કોરોના રીપોર્ટ આવ્યો પોઝિટીવ
e9e996d118744c0bf44609e7486f781e અમદાવાદ/ ભાજપના  કોર્પોરેટરનો કોરોના રીપોર્ટ આવ્યો પોઝિટીવ

ગુજરાતમાં કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે. ગુજરાતમાં કોરોના પોઝિટીવનો આંકડો ૫૦૦૦ ને પાર કરી ચુક્યો છે. ત્યારે રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં કોરોના વાયરસે માઝા મૂકી છે. દિવસે ને દિવસે કોરોના પોઝિટિવ રિપોર્ટમાં વધારો થવા લાગ્યો છે. અમદાવાદમાં વધુ એક કાઉન્સિલરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકીય લોકોમાં હડકમ્પ મચી જવા પામેલ છે.

આજે અમદાવાદ મહાનગર પાલિકાના ભાજપાના કાઉન્સિલર જ્યોત્સનાબેન પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભાજપના કાર્યકર્તાઓની ચિંતા વધી ગઈ છે. જ્યોત્સનાબેન પટેલ ગોતા વિસ્તારના કાઉન્સિલર છે તેમને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા માં આવ્યા છે

નોદ્નીય છે કે, થોડા દિવસ પહેલા મનપાના કોંગ્રેસના કોર્પોરેટર બદરૂદીન શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું. તો કોન્ગ્સે MLA ઇમરાન ખેડાવાલા નો રીપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો. અને તેમને કોરોના સામે જીત મેળવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.