Not Set/ અમદાવાદ/ મહિને 40 થી 50 હજાર કરોડનું ટર્ન ઓવર કરતા કાપડ બજારની લોકડાઉનમાં કફોડી હાલત

હાલમાં  મહામંદી અને વિશ્વ મહામારી વચ્ચે સપડાયેલો અમદાવાદ શહેરનો સૌથી મોટો એવા મસ્તકી કાપડ માર્કેટ, ઘંટાકર્ણ કાપડ માર્કેટ, ન્યુકલોથ માર્કેટ સહિતના તમામ માર્કેટોની કફોડી પરિસ્થિતિ બની છે.  તમામ બજારોમાં દર મહિને 40 થી 45 હજાર કરોડોનું ટર્ન ઓવર થાય છે. જે લોક ડાઉનના કારણે છેલ્લા 2 અઢી મહિનાથી બિલકુલ ઠપ થઈ ગયું છે. જેમાં અનેક […]

Ahmedabad Gujarat
d488580ecffd482da63095fdcff1a5ab અમદાવાદ/ મહિને 40 થી 50 હજાર કરોડનું ટર્ન ઓવર કરતા કાપડ બજારની લોકડાઉનમાં કફોડી હાલત
d488580ecffd482da63095fdcff1a5ab અમદાવાદ/ મહિને 40 થી 50 હજાર કરોડનું ટર્ન ઓવર કરતા કાપડ બજારની લોકડાઉનમાં કફોડી હાલત

હાલમાં  મહામંદી અને વિશ્વ મહામારી વચ્ચે સપડાયેલો અમદાવાદ શહેરનો સૌથી મોટો એવા મસ્તકી કાપડ માર્કેટ, ઘંટાકર્ણ કાપડ માર્કેટ, ન્યુકલોથ માર્કેટ સહિતના તમામ માર્કેટોની કફોડી પરિસ્થિતિ બની છે.  તમામ બજારોમાં દર મહિને 40 થી 45 હજાર કરોડોનું ટર્ન ઓવર થાય છે. જે લોક ડાઉનના કારણે છેલ્લા 2 અઢી મહિનાથી બિલકુલ ઠપ થઈ ગયું છે. જેમાં અનેક વેપારીઓ તથા વ્યવસાય સાથે સંકળાયેલા તમામ વર્ગો પર મોટી આફત આવી છે. લોક ડાઉનની આડ અસર કાપડ બજાર પર થઈ છે. માત્ર અમદાવાદમાં જ 1 લાખ લોકોને સીધી અસર થઈ છે. તો 400 થી 500 પ્રોડક્શન હાઉસ બંધ પડ્યા છે. અને કરોડોનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

વેપારીઓના જણાવ્યા મુજબ હાલ લોકડોઉનમાં તમામ માર્કેટ બંધ હોવાથી 90 હજાર કરોડથી પણ વધુનું નુકશાન થયું છે. જેથી તમામ વેપારીઓની હાલત વ્યવસાય ઠપ થતા અને કરોડોનું નુકશાન થતા કફોરી બની છે. જો ઘંટાકર્ણ માર્કેટની વાત કરવામાં આવે તો તેમાં પણ નેની મોટી 1400થી 1500 દુકાનો આવેલી છે.

કાપડ બજારનો સૌથી વધુ વકરો ઇદ તેમજ દિવાળીના તહેવારમાં થતો હોય છે. જો વાત કરવામાં આવે તો હાલ ઈદના તહેવારમાં લોક ડાઉનના કારણે માર્કેટ બંધ હોવાથી મોટું કરોડોનું નુકસાન થયું છે. કાપડના વેપારીઓ માટે કાપડ માર્કેટ ખોલ્યા બાદ પણ આ વ્યવસાયને આગળ ધપાવવો મુશ્કેલ બની શકે છે. જેનું મુખ્ય કારણ આ માર્કેટમાં કામ કરતા મોટા ભાગના શ્રમિક પરપ્રાંતિઓ પોતાના વતન જતા રહયા છે. લોક ડાઉનના કારણે લગભગ દોઢ મહિનાથી ધંધા રોજગાર બંધ છે એમાંથી કાપડ બજાર પણ બાકાત નથી. અમદાવાદમાં જ જો વાત કરવામાં આવે તો શહેરમાં કાપડના જ 50 હજાર વેપારી છે.  અને 400 થી 500 નાના મોટા પ્રોડક્શન યુનિટ છે આ તામામ હાલમાં બંધ છે કરોડો રૂપિયાનું નુકશાન તો આના કારણે થયું જ છે સાથે 1 લાખ લોકોને સીધી અસર થઈ છે.

દેશભરમાં માન્ચેસ્ટર તરીકે ઓળખાતા અમદાવાદમાંથી રોજનું લાખો મીટર કાપડ શહેરથી બહાર ટ્રાન્સપોર્ટ થતું હોય છે. જ્યારે હાલ સંપૂર્ણ બંધ રહેલું આ માર્કેટ હાલ અવાવરું બની ગયું છે. જેથી નાના વેપારીઓને પણ હવે આ બજારને ફરી ધમધમતા કરવા અને આગળ વધારવા મુશ્કેલ બની શકે છે. બીજી તરફ કાપડ માર્કેટની પરિસ્થિતિ જોતા આ વ્યવસાય સાથે સંકળયેલાં વેપારીઓએ વિવિધ કરવેરાઓમાં રાહત મળે તેવી પણ સરકાર પાસે અપીલ કરી રહ્યા છે. આ રોજગાર બંધ છે. જેના કારણે હાલમાં પ્રોડક્શન બંધ છે. સાથે જ જેતે સમયે વેપારીઓ દ્વારા માલ પણ મંગાવ્યો હશે જેથી લોક ડાઉન ખુલશે એટલે પહેલો એક મહિનો તો રૂટિન સેટ થતા લાગશે એ બાદ જે સ્ટોક હશે એ ખાલી કરવો પડશે અને સાથે જ રૂપિયાની પણ તંગી ઉભી થવાની ભીતિ સેવાઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.