Not Set/ અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશનનું 6101 કરોડનું કર વેરા વગરનું ડ્રાફ્ટ બજેટ રજૂ

અમદાવાદઃ  અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કોર્પોરેશનનું વર્ષ 2017-18 માટેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં વિકાસ લક્ષી કામોની નાણાંકીય જોગવાઇ વધુ કરવામાં આવી છે. આ બજેટમાં સ્ટેન્ડિંગ સમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.. જે ફ્લાયઓવર, સ્માર્ટસિટી અને રવરફ્રન્ટને વધુ અગ્રતા આપવામાં આવશે. ડ્રાફ્ટ બજેટમાં સુધારો કરીને સ્ટેન્ડિંગ કમિટી તેમા વધારો કરી […]

Uncategorized
1861342 અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશનનું 6101 કરોડનું કર વેરા વગરનું ડ્રાફ્ટ બજેટ રજૂ

અમદાવાદઃ  અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કોર્પોરેશનનું વર્ષ 2017-18 માટેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં વિકાસ લક્ષી કામોની નાણાંકીય જોગવાઇ વધુ કરવામાં આવી છે. આ બજેટમાં સ્ટેન્ડિંગ સમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.. જે ફ્લાયઓવર, સ્માર્ટસિટી અને રવરફ્રન્ટને વધુ અગ્રતા આપવામાં આવશે. ડ્રાફ્ટ બજેટમાં સુધારો કરીને સ્ટેન્ડિંગ કમિટી તેમા વધારો કરી શકે છે. ગત વર્ષે 5655 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.

વર્ષ 2017-18 માટે નવા કરબોજ વિનાનું રૂ.6101 કરોનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, આવાસ યોજના અને એજ્યુકેશન વગેરે જેવા મુદ્દાઓ પર ભાર મુકવામાં આવ્યો છે. ગત નાણાકીય વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશનનું રૂ. 5250 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

વર્ષ 2017-18 માટેના ડ્રાફ્ટ બજેટમાં સ્વચ્છતા પ્રોજેક્ટને પણ અગ્રતા આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સ્વચ્છતા અભિયાનને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરેલ ડ્રાફ્ટ બજેટમાં શહેરને સ્વચ્છ, સુઘડ અને ચોખ્ખું રાખવા સંબંધિત પ્રોજેક્ટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

વર્ષ 2017-18 માટે રજૂ કરાયેલા ડ્રાફ્ટ બજેટમાં રેવન્યુ ખર્ચનો અંદાજ 2951 કરોડ અને કેપીટલ ખર્ચનો અંદાજ 3150 કરોડ સાથે કુલ મળીને 6101 કરોડના ખર્ચ સાથેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.