Not Set/ અમદાવાદ/ રથયાત્રાના આયોજનને લઈ મળી બેઠક, સાદગીપૂર્ણ નીકળશે ભગવાનની રથયાત્રા

એક બાજુ અમદાવાદમાં કોરોના વાયરસનો કહેર છે અને દિવસે ને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે, તો બીજી બાજુ 23મી જૂને નિકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાના આયોજનને લઈને એક બેઠક મળી હતી. જેમાં રથયાત્રા કેવી રીતે યોજવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રથયાત્રામાં કેટલા માણસો સાથે યોજવી, સોશિયલ ડિસ્ટન્સ ટ્રક, અખાડા, હાથી સહિતની […]

Ahmedabad Gujarat
e1c59c87ee693e98f43c41253225d6f7 અમદાવાદ/ રથયાત્રાના આયોજનને લઈ મળી બેઠક, સાદગીપૂર્ણ નીકળશે ભગવાનની રથયાત્રા
e1c59c87ee693e98f43c41253225d6f7 અમદાવાદ/ રથયાત્રાના આયોજનને લઈ મળી બેઠક, સાદગીપૂર્ણ નીકળશે ભગવાનની રથયાત્રા

એક બાજુ અમદાવાદમાં કોરોના વાયરસનો કહેર છે અને દિવસે ને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે, તો બીજી બાજુ 23મી જૂને નિકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાના આયોજનને લઈને એક બેઠક મળી હતી. જેમાં રથયાત્રા કેવી રીતે યોજવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રથયાત્રામાં કેટલા માણસો સાથે યોજવી, સોશિયલ ડિસ્ટન્સ ટ્રક, અખાડા, હાથી સહિતની તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

રથયાત્રાને લઈને મળેલી બેઠકમાં પોલીસ કમિશનર સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં અનેક  મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે.

गुजरात में कोरोना कहर पर CM रुपानी ने ...

રથયાત્રાને લઈ મળેલી બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો કે, જગન્નાથની રથયાત્રામાં આ વખતે ભજન મંડળી, ટ્રક, ઝાંખી  જોવા નહીં મળે અને સરકાર તરફથી મળતી સૂચનાનો પુરેપુરો અમલ કરવામાં આવશે. સાથે સાથે રથયાત્રામાં ભગવાનના ત્રણેય રથ ખેંચાય તેટલા જ માણસોની જ વ્યવસ્થા  હશે

રથયાત્રા અગાઉ નીકળનારી જલયાત્રા 5મી જૂને યોજવામાં આવશે. જેમાં કોઇપણ ભક્તજનો જોડાઇ શકશે નહીં. આ વિધિમાં મંદિરનાં જ 5થી 7 લોકોની હાજરીમાં જ જયેષ્ઠા અભિષેક કરાશે. આ જળયાત્રામાં 1 ગજરાજ જ જોડાશે. તેના ઉપરાંત ભક્તો, ભજન મંડળીસ ઘોડા વગર જ આ યાત્રા કરવામાં આવશે. .આ યાત્રામાં . માત્ર 1 કળશમાં પાણી ભરીને 108 કળશ ત્યાં મૂકવામાં આવશે.

રથયાત્રાને લઈને મળેલી આજની બેઠકમાં પોલીસ કમિશનર સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં અનેક  મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.