Not Set/ અમદાવાદ/ રાજસ્થાન હોસ્પિટલને AMCએ કેમ મોકલી નોટિસ…?

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસ નો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ ખાતે આવેલી કેટલીક હોસ્પિટલોને 50 %  બેડ કોરોના  દર્દીઓ માટે ખાઈ રાખવા આદેશ  કર્યો છે. ત્યારે Amc એ રાજસ્થાન હોસ્પીટલમાં રીફર કરેલા દર્દીને હોસ્પિટલમાં દાખલ ન કરતા દર્દીનં મોત નિપજ્યું છે. ત્યારે એપિડેમિક એક્ટ હેઠળ રાજસ્થાન હોસ્પિટલને દંડ સહિતની કાર્યવાહી કરવા નોટિસ મોકલાઈ […]

Ahmedabad Gujarat
48f39dacd8b901ec18534bb2c8d07064 અમદાવાદ/ રાજસ્થાન હોસ્પિટલને AMCએ કેમ મોકલી નોટિસ...?
48f39dacd8b901ec18534bb2c8d07064 અમદાવાદ/ રાજસ્થાન હોસ્પિટલને AMCએ કેમ મોકલી નોટિસ...?

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસ નો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ ખાતે આવેલી કેટલીક હોસ્પિટલોને 50 %  બેડ કોરોના  દર્દીઓ માટે ખાઈ રાખવા આદેશ  કર્યો છે. ત્યારે Amc એ રાજસ્થાન હોસ્પીટલમાં રીફર કરેલા દર્દીને હોસ્પિટલમાં દાખલ ન કરતા દર્દીનં મોત નિપજ્યું છે. ત્યારે એપિડેમિક એક્ટ હેઠળ રાજસ્થાન હોસ્પિટલને દંડ સહિતની કાર્યવાહી કરવા નોટિસ મોકલાઈ છે.

હોસ્પિટલ બોર્ડના ચેરમેન સહિત 8 સભ્યો અને 24 કમિટી મેમ્બર મળી કુલ 32 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. ગત 18 જુનના રોજ કોરોના દર્દીને amc એ રાજસ્થાન હોસ્પિટલમાં દાખલ કરવા મોકલ્યો હતો. હોસ્પિટલનું રજિસ્ટ્રેશન રદ્દ કરવા પણ નોટિસમાં ઉલ્લેખ કરાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, હરીક કડિયા નામના દર્દીને રાજસ્થાન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ વૃદ્ધ દર્દીને જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, ત્યાર ગેટ ખોલવામાં આવ્યો ન હતો. 20 મિનીટ સુધી દર્દીને ગેટની બહાર રખાયા હતા.  જેના બાદ દર્દીના સ્વજનો અને હોસ્પિટલ સંચાલકો સામસામે આવી ગયા હતા. જોકે, બાદમાં આ દર્દીનું મોત નિપજ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ એએમસી દ્વારા આંબાવાડીમાં આવેલી અર્થમ હોસ્પિટલ અને પાલડીની બોડીલાઈન હોસ્પિટલને પણ નોટિસ મોકલાઈ હતી. બંન્ને હોસ્પિટલોને રૂ.5-5 લાખનો દંડ ફટકાર્યો હતો. કોર્પોરેશને રાજસ્થાન હોસ્પિટલ સહિત આ બંન્ને હોસ્પિટલને કોરોના હોસ્પિટલ જાહેર કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.