Not Set/ અમદાવાદ: વ્યાજે લીધેલા રૂપિયા પાછા ના આપતા હોટેલમાલિકનુ અપહરણ

સરદારનગર વિસ્તારમાં આવેલા હોટેલ શિયા પિયાના માલિક સોનુ ભોજુમલ ટહેલરામણીએ કેતન ઇન્દ્રેકર નામના વ્યક્તિ પાસેથી વ્યાજે ઉછીના પૈસા લીધાં હતાં. પરંતુ  હોટેલ માલિક સોનુ સમયસર પાછા ના આપી શકતા ગઇ રાત્રે 11 વાગ્યા ની આસપાસ  સ્વીફ્ટ ગાડી મા 4 લોકો આવી તેનું અપહરણ કરી નાસી ગયા હતાં. આ બનાવ મા હોટલમા કામ કરનારા નોકર નરેશ […]

Gujarat

સરદારનગર વિસ્તારમાં આવેલા હોટેલ શિયા પિયાના માલિક સોનુ ભોજુમલ ટહેલરામણીએ કેતન ઇન્દ્રેકર નામના વ્યક્તિ પાસેથી વ્યાજે ઉછીના પૈસા લીધાં હતાં. પરંતુ  હોટેલ માલિક સોનુ સમયસર પાછા ના આપી શકતા ગઇ રાત્રે 11 વાગ્યા ની આસપાસ  સ્વીફ્ટ ગાડી મા 4 લોકો આવી તેનું અપહરણ કરી નાસી ગયા હતાં. આ બનાવ મા હોટલમા કામ કરનારા નોકર નરેશ ગોહેલ સોનુને છોડાવા જતા તેને પર માર માર્યો હતો.

picture11

CCTV કેમેરાના ફુટેજમા સમગ્ર ઘટના કેદ થતા, આ મામલે કેતન ઇન્દ્રેકર તથા તેમની પત્ની ભાનુ ઇન્દ્રેકર ,તેમનો એક પુત્ર તથા રાજેશ બાબુ ભાઈ ઇન્દ્રેકર આરોપી હોવાનુ સામે આવ્યુ છે.. પરિવારજનો નું કેહવું છે કે કેતન ઇન્દ્રેકર અવાર નવાર ઘરે આઇ ને પણ મગજ મારી કરતો હતો અને .અગાઉ પણ આ બનાવની સરદાર નગર પોલીસ સ્ટેશનમા અરજી આપવામા આવી હતી છતા પણ પોલીસ તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યા નહતા.

picture12

CCTV ફુટેજ આધારે હાલ તો પોલીસ સોનુનો પતો લગાવી રહી છે અને  સાથે સાથે 4 આરોપી ની ધરપકડ કરવાની તજવીજ પણ  હાથ ધરી છે

picture15

બનાવ ને 24 કલાક વીતી ગયા હોવાં છતા  પોલીસ હજુ  સુધી હોટેલ ના માલિક ને શોધી શકી નથી. ફરિયાદ કરી હોવા છતા પોલીસ પ્રસાશન તરફથી યોગ્ય જવાબ ના મળવાનુ પણ પરિવારના સભ્યો દ્વારા જાણવામા આવ્યુ હતુ