Not Set/ અમરેલીનું અલ્ટ્રામોર્ડન યાર્ડનું , PM કરશે લોકાર્પણ

મરેલીમાં 175 કરોડના ખર્ચે નિર્માણ પામેલું સૌરાષ્ટ્રનું સૌથી મોટું અદ્યતન માર્કેટયાર્ડ બન્યા બાદ કૃષિ ક્ષેત્રે અમરેલી જિલ્લાની સીકલ જ બદલાઇ જશે,લોકાર્પણ કરવા માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. અમરેલી યાર્ડના ચેરમેન પી.પી. સોજીત્રા અને સેક્રેટરી પરેશભાઇ પંડયાએ જણાવ્યું કે ભારત કૃષિ પ્રધાન દેશ છે પણ કૃષિ વ્યવસાયમાં હજુ સુધી કોર્પોરેટ પ્રકારની વ્યવસ્થાનો પ્રવેશ […]

Gujarat
Amreli અમરેલીનું અલ્ટ્રામોર્ડન યાર્ડનું , PM કરશે લોકાર્પણ

મરેલીમાં 175 કરોડના ખર્ચે નિર્માણ પામેલું સૌરાષ્ટ્રનું સૌથી મોટું અદ્યતન માર્કેટયાર્ડ બન્યા બાદ કૃષિ ક્ષેત્રે અમરેલી જિલ્લાની સીકલ જ બદલાઇ જશે,લોકાર્પણ કરવા માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે.

અમરેલી યાર્ડના ચેરમેન પી.પી. સોજીત્રા અને સેક્રેટરી પરેશભાઇ પંડયાએ જણાવ્યું કે ભારત કૃષિ પ્રધાન દેશ છે પણ કૃષિ વ્યવસાયમાં હજુ સુધી કોર્પોરેટ પ્રકારની વ્યવસ્થાનો પ્રવેશ થયો નથી.

૧૯૫૨માં ૧૮ વિઘા જમીનમાં ડો. જીવરાજ મહેતાએ સ્થાપેલું માર્કેટયાર્ડ હવે ૮૦ વિઘાના વિરાટ સંકુલમાં રૃપાંતર પામીને નવા જ રૃપરંગમાં આકાર લઇ રહ્યું છે.

આ યાર્ડમાં હરરાજી માટે 2 લાખ 50 હજાર ચોરસ ફુટ વિસ્તારમાં 10 એકશન પ્લેટફોર્મ છે.

જેમાં ખૂબ જ જંગી પ્રમાણમાં ખેત જણસો રાખી શકાશે. જેથી અમરેલી જિલ્લા ઉપરાંત આસપાસના વિસ્તારમાંથી પણ ખેડૂતો પોતાના માલને અમરેલીના માર્કેટયાર્ડમાં લાવી શકશે.