Not Set/ અમરેલી/ સોશિયલ ડિસ્ટન્સીગનાં ધજાગરા ન ઉડે માટે કુકાવાવનાં ખેડૂતે કરી સરકાર પાસે આવી માંગ…

અમરેલીના કુંકાવાવ પંથકના ખેડૂતો ધિરાણ અને લોન માટે બેન્ક ઓફ બરોડામાં ધક્કા થતા પરેશાન થઇ ગયાથી રોષમાં જોવામાં આવી રહ્યા છે. જી હા, ખેડૂતો સવારે પાંચ વાગ્યાથી લાઈનમાં લોન ભરપાઈ કરીને લોન લેવા માટે ઉભા રહે છે. ખેડૂતોને સહકાર આપવાની બદલે આ કહેવાતી સહકારી(સરકારી) બેંકનાં કર્મચારીઓનો અવ્યવસ્થિત વ્યવહાર કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. બેંક કર્મીઓ તો […]

Gujarat Others
ce1daa757526ea6d4e8e181900b2e7f3 અમરેલી/ સોશિયલ ડિસ્ટન્સીગનાં ધજાગરા ન ઉડે માટે કુકાવાવનાં ખેડૂતે કરી સરકાર પાસે આવી માંગ...

અમરેલીના કુંકાવાવ પંથકના ખેડૂતો ધિરાણ અને લોન માટે બેન્ક ઓફ બરોડામાં ધક્કા થતા પરેશાન થઇ ગયાથી રોષમાં જોવામાં આવી રહ્યા છે. જી હા, ખેડૂતો સવારે પાંચ વાગ્યાથી લાઈનમાં લોન ભરપાઈ કરીને લોન લેવા માટે ઉભા રહે છે. ખેડૂતોને સહકાર આપવાની બદલે આ કહેવાતી સહકારી(સરકારી) બેંકનાં કર્મચારીઓનો અવ્યવસ્થિત વ્યવહાર કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

બેંક કર્મીઓ તો ઠીક છે, પણ ચા કરતા જે રાતે કિટલી ગરમની લોક વાયકા છે તે જ પ્રમાણે લાંબા સમયથી લાંબી લાઇનમાં ઉભેલા જગતનાં તાત પર સિકયુરિટી સ્ટાફ પણ રોષ પૂર્ણ રીતે અને ઉધ્વતાઇ ભરેલુ વર્તન કરતા હોવાનું સામે આવી રહ્યું છે. ખેડૂતોની વાત કોઇ ન સાંભળતા અંતે ખેડૂતો દ્વારા દેશની ચોથી જાગીર સમા માધ્યમોનો સહારો લઇ પોતાની વાત પહોંચાડવાની કોશિશ કરવામાં આવી હતી. ખેડૂતો દ્વારા મીડિયાને આવ મામલે વાત કરવામાં આવતા ખેડૂતો અને મીડિયા કર્મીઓએ કોઇ રાજદ્વોહ કર્યો હોય તેવી રીતે સિકયુરિટીએ રોફ જમાવ્યો હતો.

સમગ્ર મામલે ખેડૂતો પરેશાન થઇને સરકાર પેસા રજુઆત સાથે માંગણી કરી રહ્યા છે કે, જે રીતે પૈસા ભરવાની ઓનલાઈન પ્રક્રિયા છે. એ જ રીતે ઉપાડવા માટે ઓનલાઈન પ્રક્રિયા પણ કરવામાં આવે. જેથી બેંકમાં ભીડ ન થાય, તેમજ ડિસ્ટન્સ ના ધજાગરા ન ઉડે અને ગ્રાહકો એવા ખેડૂતોને હાલાકી પણ ન થાય.  ઉલ્લેખનીય છે કે, હાલનાં દિવલોમાં  પાક ધિરાણ તેમજ લોન માટે ખેડૂત વહેલી સવારથી જમાવડો જામ્યો છે ત્યારે કુંકાવાવની બેન્ક ઓફ બરોડા પર ડિસ્ટન્સનો અભાવ જણાઈ રહ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews