Not Set/ અમેરિકન ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયો પડ્યો નબળો

આજે સપ્તાહનાં પહેલા દિવસે વેપારમાં ભારતીય રૂપિયો ભારે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. સોમવારે (4 મે, 2020) પ્રારંભિક કારોબારમાં રૂપિયો યુએસ ડોલર સામે 62 પૈસા તૂટ્યો હતો. અમેરિકન ડોલર સામે રૂપિયો 75.73 નાં સ્તરે ખુલ્યો છે. પાછલા સત્રમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 75.11 નાં સ્તરે બંધ રહ્યો હતો. એન્જલ બ્રોકિંગનાં ડેપ્યુટી વાઇસ પ્રેસિડેન્ટ (એનર્જી […]

Business
dd71961413920bd3da591596bd2aeef4 અમેરિકન ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયો પડ્યો નબળો

આજે સપ્તાહનાં પહેલા દિવસે વેપારમાં ભારતીય રૂપિયો ભારે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. સોમવારે (4 મે, 2020) પ્રારંભિક કારોબારમાં રૂપિયો યુએસ ડોલર સામે 62 પૈસા તૂટ્યો હતો. અમેરિકન ડોલર સામે રૂપિયો 75.73 નાં સ્તરે ખુલ્યો છે. પાછલા સત્રમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 75.11 નાં સ્તરે બંધ રહ્યો હતો.

f2f1aace26a037c528d1a2a33df5e624 અમેરિકન ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયો પડ્યો નબળો

એન્જલ બ્રોકિંગનાં ડેપ્યુટી વાઇસ પ્રેસિડેન્ટ (એનર્જી અને કરન્સી) અનુજ ગુપ્તાનાં મતે, આજનાં કારોબારમાં મે વાયદામાં 75.40 નાં લક્ષ્યાંક માટે 76 નાં ભાવ પર વેચાણ ફાયદાકારક છે. રૂપિયાનાં આ કોન્ટ્રાક્ટ માટે 76.40 નો સ્ટોપલોસ લગાવવામાં આવી શકે છે. મોતીલાલ ઓસ્વાલનાં આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ (કોમોડિટી અને કરન્સી) અમિત સજેજાનાં જણાવ્યા મુજબ, આજનાં કારોબારમાં રૂપિયો મે વાયદામાં 76.2 નાં લક્ષ્યાંક માટે 75.7 નાં ભાવે ખરીદી કરી શકે છે. આ કોન્ટ્રાક્ટ માટે 75.4 નો સ્ટોપલોસ મૂકી શકાય છે. તેમનુ કહેવુ છે કે આજનાં બિઝનેસમાં 75.4-76.00 રૂપિયાની રેન્જમાં કારોબાર થવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.