Not Set/ અમેરિકાનો ફરી ડ્રેગન પર વાર, કહ્યું પુરી દુનિયા ચીન સામે એકજૂટ થઇ રહી છે…

યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ કહ્યું કે આખા વિશ્વએ ચીનના અન્યાયી વલણ સામે એક થવાનું શરૂ કર્યું છે અને ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશો ચીનને દરેક મોરચે પાછળની તરફ ધકેલવા માટે યુ.એસ. સાથે ભાગીદારી કરી રહ્યા છે.  ચાઇના ઉપર યુ.એસ. વિઝા પ્રતિબંધો, બીજા અનેક પ્રતિબંધો અને અન્ય માધ્યમોથી દબાણમાં વધારો થઈ રહ્યો […]

World
9f87bd2fd6799297ed731f505345b2c7 અમેરિકાનો ફરી ડ્રેગન પર વાર, કહ્યું પુરી દુનિયા ચીન સામે એકજૂટ થઇ રહી છે...

યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ કહ્યું કે આખા વિશ્વએ ચીનના અન્યાયી વલણ સામે એક થવાનું શરૂ કર્યું છે અને ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશો ચીનને દરેક મોરચે પાછળની તરફ ધકેલવા માટે યુ.એસ. સાથે ભાગીદારી કરી રહ્યા છે.  ચાઇના ઉપર યુ.એસ. વિઝા પ્રતિબંધો, બીજા અનેક પ્રતિબંધો અને અન્ય માધ્યમોથી દબાણમાં વધારો થઈ રહ્યો છે, જેનાથી વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે પહેલાથી જ કડવા સંબંધોમાં વધારો થશે.

મંગળવારે પોમ્પેએ કહ્યું હતું કે, “મને લાગે છે કે તમામ જોઈ રહ્યા છે કે, ચીનની સામ્યવાદી સરકાર અને પક્ષ ન્યાયી, પરસ્પરીક અને પારદર્શક રીતે સ્પર્ધા કરવાનો ઇનકાર કરવા જઇ રહી છે. આ મૂળભૂત સમજથી આખું વિશ્વ એક થવા લાગ્યું છે. ‘

ભારતને દક્ષિણ ચીન સમુદ્રમાં કથિત રીતે યુદ્ધ જહાજ મોકલવા અંગેનાં પ્રશ્નના જવાબમાં યુએસ વિદેશ સચિવએ કહ્યું હતું કે, “ભારતના અમારા મિત્રો હોય, ઓસ્ટ્રેલિયા, જાપાન અથવા દક્ષિણ કોરિયાના અમારા મિત્રો હોય, તમામ લોકો તેમના દેશ માટેના જોખમો જોઈ રહ્યા છે અને તમે તે તમામને ચાઇના સામે દબાણ ઉભુ કરવા માટે યુ.એસ. સાથે ભાગીદારી કરતા જોશો. જેના વિશે આજે જ અમે વાત કરી હતી. 

એક પ્રશ્ન કરતાએ કહ્યું કે, ભારત દ્રારા ચીની સમુદ્રમાં યુદ્ધ જહાજ મોકલવાનું આ પગલું સરહદ પર ચીન સાથેની અથડામણો સામેનો પ્રતિસાદ છે. અને દક્ષિણ ચીન સમુદ્રમાં યુએસ નૌકાદળની મજબૂતી વધારે તેવુ છે. પ્રશ્ન કરતા ચીનની ધમકીનો સામનો કરવા માટે ભારત સાથેના અમેરિકન સંબંધોનું મહત્વ જાણવા માગતા હતા.

પોમ્પીયોએ કહ્યું, ‘આ યુદ્ધમાં અમારા મિત્રો અને સાથીઓ છે તે મહત્વનું છે. અમે આ માટે બે વર્ષ કામ કર્યું છે. અમે વાસ્તવિક પ્રગતિ કરી છે. તમે ઘણા લોકોને હ્યુઆવેઇથી પરત ફરતા જોયા હશે. તમે તેમને ભયની લાગણી જોઇ હશે જ….’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews