Not Set/ આંધપ્રદેશ/ પરિમલ નથવાણી ફરી એકવાર રાજ્યસભામાં સાંસદ તરીકે ચૂંટાયા

પરિમલ નથવાણી એપ્રિલ મહિનામાં ઝારખંડની સીટ પરથી નિવૃત્ત થયા હતા.  જે બાદ તેમને આંધ્ર-પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ રાજ્યસભાનાં ટીકીટની ઓફર કરી હતી. અને નાથવાણી આ ઓફરનો સ્વીકાર કરી ફરી એકવાર રાજ્યસભામાં સાંસદ તરીકે આંધપ્રદેશથી ચૂંટાયા છે. ક્યારે બન્યા રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી વર્ષ 2008 અને વર્ષ 2014માં સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઝારખંડથી ચૂંટાઈ આવ્યા હતા. પરિમલ […]

India
def26f7265d83777ea6f2b81e8775182 1 આંધપ્રદેશ/ પરિમલ નથવાણી ફરી એકવાર રાજ્યસભામાં સાંસદ તરીકે ચૂંટાયા

પરિમલ નથવાણી એપ્રિલ મહિનામાં ઝારખંડની સીટ પરથી નિવૃત્ત થયા હતા.  જે બાદ તેમને આંધ્ર-પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ રાજ્યસભાનાં ટીકીટની ઓફર કરી હતી. અને નાથવાણી આ ઓફરનો સ્વીકાર કરી ફરી એકવાર રાજ્યસભામાં સાંસદ તરીકે આંધપ્રદેશથી ચૂંટાયા છે.

ક્યારે બન્યા રાજ્યસભા સાંસદ

પરિમલ નથવાણી વર્ષ 2008 અને વર્ષ 2014માં સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઝારખંડથી ચૂંટાઈ આવ્યા હતા. પરિમલ નથવાણી રાજ્યસભા એક સક્રિય સાંસદ છે. પરિમલ નથવાણી મુકેશ અંબાણીની કોર ટીમમાં સામેલ છે. ધીરુભાઈના વિશ્વાસુ ગણાતા પરિમલ નથવાણીને વર્ષ 2016માં કૉર્પોરેટ અફેર્સનાં ગ્રુપ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા હતા. જામનગરમાં રીફાઈનરી બનાવી ધીરુભાઈ અંબાણીનું સ્વપ્ન પૂરું કરવાનો ફાળો પરિમલ નથવાણીને જાય છે સાથે જ નથવાણી દ્વારકા અને નાથદ્વારા જેવા મંદિરોના બોર્ડમાં સભ્યપદ ધરાવે છે.

નોધનીય છે કે, માર્ચ મહિનામાં ઝાડખંડ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હતી. અને ત્યાં  હવે ભાજપની સરકાર નથી. અને અગાઉ જયારે ઝારખંડમાં ભાજપ સરકાર હતી તો  જેતે સમય ની ભાજપ સરકારે  પરિમલ નથવાણીને ચૂંટીને રાજ્ય સભામાં મોકલ્યા હતા. પરંતુ હવે ઝારખંડમાં આ શક્યતા ના રહેતા પરીમલ નથવાની એ છેક આંધ્રપ્રદેશ  સુધી લાંબા થવું પડ્યું  હતું.

પરિમલ નથવાણી 2008 અને 2014માં ઝારખંડથી ભાજપના ધારાસભ્યોના મતથી અપક્ષ ચૂંટાયા હતા. પણ આ એપ્રિલમાં તેઓ  ઝારખંડથી ચૂંટાઈ શકે તેમ ના હોવાથી આંધપ્રદેશ સરકાર તરફથી તેમને ટીકીટ ઓફર કરવામાં આવી હતી.  અને તેઓ વિજયી બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.