Not Set/ ઓટ્રેલિયાનાં PM સ્કોટ મોરિસને બનાવ્યા સમોસા, વડા પ્રધાન મોદી સાથે મળીને ખાવાની ઈચ્છા વ્યક્ત કરી

ઓસ્ટ્રેલિયાનાં વડા પ્રધાન સ્કોટ મોરિસને તેમના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કર્યું છે. જેમા તેમણે એક ફોટો શેર કર્યો છે. ફોટોમાં તે હાથમાં ટ્રે પકડતા નજરે પડે છે. અને તે ટ્રે માં જે ચીજ છે તે સાંભળી તમે એક સમય માટે ચોંકી જશો. જી હા તેમના હાથ રહેલી ટ્રે માં ‘સમોસા અને ‘કેરીની ચટણી‘ છે. […]

World
b4e8ed7e6a79f3bb4a816f54d16642fa 1 ઓટ્રેલિયાનાં PM સ્કોટ મોરિસને બનાવ્યા સમોસા, વડા પ્રધાન મોદી સાથે મળીને ખાવાની ઈચ્છા વ્યક્ત કરી

ઓસ્ટ્રેલિયાનાં વડા પ્રધાન સ્કોટ મોરિસને તેમના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કર્યું છે. જેમા તેમણે એક ફોટો શેર કર્યો છે. ફોટોમાં તે હાથમાં ટ્રે પકડતા નજરે પડે છે. અને તે ટ્રે માં જે ચીજ છે તે સાંભળી તમે એક સમય માટે ચોંકી જશો. જી હા તેમના હાથ રહેલી ટ્રે માં સમોસા અને કેરીની ચટણીછે. આ ફોટો પોસ્ટ કરતાં મોરિસને લખ્યું હતું કે, “ કેરીની ચટણી  સાથે સંડે સ્કો-મોસા એટલે કે સમોસા.” તેઓ આગળ લખે છે, “આ અઠવાડિયે હું ભારતમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીશ.જેમાં હું તેમની સાથે આ ભારતીય રેસીપીશેર કરવા માંગુ છું.

આપને જણાવી દઈએ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાનાં વડા પ્રધાન સ્કોટ મોરિસન 4 જૂને વીડિયો-લિંક દ્વારા દ્વિપક્ષીય શિખર સંમેલન કરશે. વિદેશ મંત્રાલયનાં જણાવ્યા અનુસાર આ દ્વિપક્ષીય સમિટમાં બંને નેતાઓ વચ્ચે પરસ્પર હિતનાં મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે, બંને નેતા સૈન્ય લોજિસ્ટિક્સ, વિજ્ઞાન અને તકનીકી સહિત અનેક દ્વિપક્ષીય કરાર પર પણ હસ્તાક્ષર કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાનાં વડા પ્રધાન સ્કોટ મોરિસનનાં સમોસા પર આપવામાં આવેલી દાવતને સ્વીકારી લીધી છે. મોરિસનનાં ટ્વીટને રીટ્વીટ કરતા તેમણે કહ્યું કે, એકવાર આપણે કોરોના વાયરસ સામે નિર્ણાયક વિજય મેળવીશું, તો સમોસા ચોક્કસ સાથે મળીને ખાઈશું. તેમણે 4 જૂને વીડિયો કોન્ફરન્સિંગ થવાની પણ આશા વ્યક્ત કરી હતી.