Not Set/ ઓબામા, બિલ ગેટ્સ, નેતન્યાહૂ જેવી ઘણી જાણીતી હસ્તીઓનાં ટ્વિટર એકાઉન્ટ હેક

વિશ્વનાં અગ્રણી રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓનાં ટ્વિટર એકાઉન્ટ્સ હેકરો દ્વારા હેક કરવામાં આવ્યા છે, જેમના એકાઉન્ટ્સ હેક કરવામાં આવ્યા છે, તેમા યુએસનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, ઇઝરાઇલનાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, યુએસનાં ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન, માઇક્રોસોફ્ટનાં સહ-સ્થાપક બિલ ગેટ્સ, ટેસ્લાનાં સીઈઓ એલોન મસ્ક, અમેરિકન રેપર્સ કાન્યે વેસ્ટ, રેન બફેટ, એપલ, ઉબેર અને અન્ય ઘણા લોકોનો […]

World
dcddb86a8427a35ecfef384c84dcc9b0 ઓબામા, બિલ ગેટ્સ, નેતન્યાહૂ જેવી ઘણી જાણીતી હસ્તીઓનાં ટ્વિટર એકાઉન્ટ હેક

વિશ્વનાં અગ્રણી રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓનાં ટ્વિટર એકાઉન્ટ્સ હેકરો દ્વારા હેક કરવામાં આવ્યા છે, જેમના એકાઉન્ટ્સ હેક કરવામાં આવ્યા છે, તેમા યુએસનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, ઇઝરાઇલનાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, યુએસનાં ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન, માઇક્રોસોફ્ટનાં સહ-સ્થાપક બિલ ગેટ્સ, ટેસ્લાનાં સીઈઓ એલોન મસ્ક, અમેરિકન રેપર્સ કાન્યે વેસ્ટ, રેન બફેટ, એપલ, ઉબેર અને અન્ય ઘણા લોકોનો સમાવેશ થાય છે.

હેકર્સ સતત આ મોટા નામોનાં એકાઉન્ટ્સથી ટ્વીટ કરી રહ્યો છે અને બિટકોઇન માગી રહ્યો છે, આ ઘટના બાદ ટ્વિટરે કહ્યું કે, અમને ટ્વિટર એકાઉન્ટને હાઈજેક થયાની જાણકારી છે, અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં જ વધુ માહિતી આપશે, આ એક મોટો ચિંતાનો વિષય છે, પરંતુ ઘણા ટ્વિટર એકાઉન્ટ્સ હેકિંગ પછી ઠીક કરવામાં આવ્યા છે, જેના પર પોસ્ટ ફરીથી શરૂ થઈ ગઇ છે. આપને જણાવી દઇએ કે, હેકરે માઇક્રોસોફ્ટનાં સહ-સ્થાપક બિલ ગેટ્સનાં એકાઉન્ટ પર ટ્વીટ કર્યું હતું કે, હું બીટીસી એડ્રેસ પર મોકલવામાં આવતી બધી ચુકવણી આગામી 30 મિનિટ માટે બમણી કરું છું, તમે એક હજાર ડોલર મોકલો અને હું તમને બે હજાર ડોલર પાછા મોકલીશ.