Not Set/ કચ્છ/ હમીપર હત્યાકાંડ સુનિયોજીત કાવતરુ, જાણો તપસામાં કેવી સનસનીખેજ વિગતો આવી સામે…

રાપરના હમીરપરમાં ખેલાયેલ ખૂની ખેલનો બનાવ જૂથ અથડામણ નહીં પણ સુનિયોજીત ઢબે રચાયેલો હત્યાકાંડ છે તેવું તપાસમાં સ્પષ્ટ થયું છે.જમીન વિવાદ મુદ્દે પાંચ વ્યક્તિઓની હત્યા કરવામાં આવી છે  વીઓ કચ્છનાં રાપર તાલુકાના હમીરપર ગામના સીમાડે ગઇ કાલે ખૂનની હોળી ખેલાઈ હતી. ગોઝારા હત્યાકાંડમાં એક જ પરિવારના એક સાથે પાંચ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. ખૂની ખેલ […]

Gujarat Others
2674046bc61ae699ececc8fa77b6d5d5 3 કચ્છ/ હમીપર હત્યાકાંડ સુનિયોજીત કાવતરુ, જાણો તપસામાં કેવી સનસનીખેજ વિગતો આવી સામે...

રાપરના હમીરપરમાં ખેલાયેલ ખૂની ખેલનો બનાવ જૂથ અથડામણ નહીં પણ સુનિયોજીત ઢબે રચાયેલો હત્યાકાંડ છે તેવું તપાસમાં સ્પષ્ટ થયું છે.જમીન વિવાદ મુદ્દે પાંચ વ્યક્તિઓની હત્યા કરવામાં આવી છે 

વીઓ

કચ્છનાં રાપર તાલુકાના હમીરપર ગામના સીમાડે ગઇ કાલે ખૂનની હોળી ખેલાઈ હતી. ગોઝારા હત્યાકાંડમાં એક જ પરિવારના એક સાથે પાંચ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. ખૂની ખેલ ખેલ્યા બાદ હત્યારાઓ આબાદ રીતે નાશી છુટ્યા હતા. હત્યાકાંડનાં તમામ આરોપીઓને પકડવા પાલીસ દ્વારા જુદી જુદી ટિમો બનાવાઈ છે. ઘટનાને પગલે રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી,એસપી પરીક્ષિતા રાઠોડ સહિતના સ્થળ પર પહોંચી ગયા હતા. રાત્રીના સમયે પણ ગામમાં અધિકારીઓનો જમાવડો રહ્યો હતો .

હત્યાકાંડનું ખરું કારણ વિવાદી જમીનનો કબ્જો મેળવવા માટેનો છે. મરનાર અખાભાઈ, ઉમટ ધનજીભાઈની જમીનમાં વાવણી કરતાં હતા. તેનો કબ્જો તેમની પાસે હતો. ત્રણેક વર્ષ અગાઉ આ જમીન મેળવવા રાપરના લાલુભા નામના શખ્સે પ્રયાસો કરતાં અખાભાઈ અને લાલુભા વચ્ચે ઝઘડો થયો હતો અને પોલીસ ફરિયાદો પણ થઈ હતી.

જમીનનો કબ્જો મેળવવાના હેતુથી જ આ હત્યાકાંડ રચાયો હોવાનું  જણાવી આઈજીએ ભારપૂર્વક આ બનાવ પાછળ સામાજિક નહીં, પરંતુ વ્યક્તિગત કારણો હોવાનું  ઉમેર્યું છે. આ કેસના આરોપી ધમા કોળીનો ઈતિહાસ પોલીસ ચોપડે ખરડાયેલો છે. અગાઉ તે હત્યાના એક કેસમાં જેલ જઈ આવેલો છે. તો, મરનાર પક્ષના અમુક લોકો પણ પોલીસ ચોપડે ચઢી ચૂકેલાં છે.

શરૂઆતમાં આ ઘટના જૂથ અથડામણની હોવાનું પોલીસે માન્યું હતું. જો કે, તપાસમાં સ્પષ્ટ થઈ ગયું છે કે, આ બનાવ જૂથ અથડામણનો નહીં પણ સુનિયોજીત ઢબે રચાયેલો હત્યાકાંડ છે. મરનાર અખો અને તેના ભાઈ-પુત્ર વગેરે કુલ 8 જણાં સ્કોર્પિયો કારમાં વાડીએથી પરત ગામ તરફ આવી રહ્યાં હતા. ત્યારે, સાંકડા નેળિયામાં ધમા કોળી અને અન્ય વીસથી બાવીસ જેટલાં આરોપીઓએ સામે ટ્રેક્ટર લાવી નેળિયું બ્લોક કરી દીધું હતું. ત્યારબાદ આરોપીઓ ધારીયા અને દેશી કટ્ટા જેવા હથિયારો સાથે તેમના પર તૂટી પડ્યાં હતા.

મોતને નજર સમક્ષ જોઈ તેમણે કારને રીવર્સમાં લઈ જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો. જો કે, આરોપીઓએ રચેલાં ષડયંત્ર મુજબ પાછળ પણ એક ટ્રેક્ટર લાવી તેમણે રસ્તો સંપૂર્ણ બ્લોક કરી દીધો હતો. આમ, મરનારાં લોકો માટે જીવ બચાવીને નાસી છૂટવાનો કોઈ આરો રહ્યો નહોતો. જો કે, તેમ છતાં ફરિયાદી રમેશ રજપૂત સહિત કુલ 3 જણાં કારમાંથી બહાર નીકળીને ખેતરોમાંથી નાસી છૂટ્યાં હતા.

આરોપીઓ સામે આઈપીસી 120 બી સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. હત્યાકાંડ સર્જનારાં તમામ આરોપી નાસી છૂટ્યાં છે. પોલીસને એક આરોપીના ઘરમાથી દેશી બંદૂક મળી છે.લોકડાઉન વચ્ચે બનેલા બનાવે પોલીસને દોડતી કરી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન