Not Set/ કાશ્મીરનાં સોપોરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, 3 આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા

જમ્મુ-કાશ્મીરનાં બારામુલ્લા જિલ્લાનાં સોપોરનાં ગુલબાદ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. 22 રાષ્ટ્રીય રાઇફલ્સ, સોપોર પોલીસ અને 179 સેન્ટ્રલ રિઝર્વ પોલીસ દળ આ ઓપરેશનને હેન્ડલ કરી રહી છે. બે થી ત્રણ આતંકીઓ ઘેરાયેલા હોવાનું જાણવા મળ્યુ છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. ગુપ્તચર એજન્સીઓને બારામુલ્લા જિલ્લાનાં સોપોરનાં ગુલબાદ […]

India

જમ્મુ-કાશ્મીરનાં બારામુલ્લા જિલ્લાનાં સોપોરનાં ગુલબાદ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. 22 રાષ્ટ્રીય રાઇફલ્સ, સોપોર પોલીસ અને 179 સેન્ટ્રલ રિઝર્વ પોલીસ દળ આ ઓપરેશનને હેન્ડલ કરી રહી છે. બે થી ત્રણ આતંકીઓ ઘેરાયેલા હોવાનું જાણવા મળ્યુ છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.

ગુપ્તચર એજન્સીઓને બારામુલ્લા જિલ્લાનાં સોપોરનાં ગુલબાદ વિસ્તારમાં આતંકવાદીઓનાં છુપાયેલા હોવાની બાતમી મળી હતી. જે બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. આ પહેલા 5 એપ્રિલે કુપવાડામાં સુરક્ષાદળો અને ઘુસણખોરો વચ્ચે ભીષણ એન્કાઉન્ટર થયું હતું. આ દરમિયાન સુરક્ષા દળો દ્વારા પાંચ ઘુસણખોરો માર્યા ગયા હતા. જો કે, દરમિયાન આપણા પાંચ જવાનો પણ શહીદ થયા હતા.

શહીદ થયેલા લોકોમાં હિમાચલ પ્રદેશનાં સુબેદાર સંજીવ કુમાર, ઉત્તરાખંડનાં હવલદાર દેવેન્દ્ર સિંહ, હિમાચલ પ્રદેશનાં પેરા ટ્રૂપર બાલ કૃષ્ણા, ઉત્તરાખંડનાં પેરા ટ્રૂપર અમિત કુમાર અને રાજસ્થાનનાં છત્રપાલ સિંઘ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.