Not Set/ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમ પર સ્મૃતિ ઇરાનીનો પલટવાર

પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમ દ્વારા કાશ્મીરમાં ‘આઝાદી’ના સૂત્રોની સ્વાયતત્તાની માંગણી બતાવા પર ભાજપાએ જોરદાર પ્રહારો કર્યા છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાનીએ ચિદમ્બરમની સાથે કૉંગ્રેસ પાર્ટી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પણ ઘેર્યા. તેમણે ચિદમ્બરના નિવેદનને ભારતને તોડનારું ગણાવ્યું.સ્મૃતિએ કહ્યું કે હેરાન કરનાર અને ધૃણાસ્પદ છે કે પી.ચિદમ્બરમ ભારતના ટુકડા […]

India
Smriti Irani P Chidambaram કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમ પર સ્મૃતિ ઇરાનીનો પલટવાર

પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમ દ્વારા કાશ્મીરમાં ‘આઝાદી’ના સૂત્રોની સ્વાયતત્તાની માંગણી બતાવા પર ભાજપાએ જોરદાર પ્રહારો કર્યા છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાનીએ ચિદમ્બરમની સાથે કૉંગ્રેસ પાર્ટી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પણ ઘેર્યા. તેમણે ચિદમ્બરના નિવેદનને ભારતને તોડનારું ગણાવ્યું.સ્મૃતિએ કહ્યું કે હેરાન કરનાર અને ધૃણાસ્પદ છે કે પી.ચિદમ્બરમ ભારતના ટુકડા કરવાની વાત કરી રહ્યા છે અને એ લોકોને સમર્થન આપી રહ્યા છે જે વાસ્તવમાં આપણા સુરક્ષાકર્મચારીઓની હત્યા કરી રહ્યા છે જેથી કરીને જમ્મુ-કાશ્મીરમાં કાયદા વ્યવસ્થાને ધ્વસ્ત કરી શકે. તેમણે કહ્યું કે કૉંગ્રેસના નેતા એ સરદાર પટેલની ધરતી (ગુજરાત) પર આ વાત કહી. જેણે ભારતને એક સંવિધાનની અંતર્ગત એક કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું.