Not Set/ કોઇએ વહેમમાં રહેવાની બીલકુલ જરુર નથી કે અહીં ક્યાં કોરોનાનાં કેસ છે…જામનગરમાં 7 નવા પોઝિટીવ કેસ

આ કોરોનાનાં છે અને આ જ કોરોનાએ ભલભલા તુમારોને પણ પછાડી દીધા છે. પહેલા પણ કહેવાયુ છે કે કોરોનાને કોઇએ હળવાશમાં લેવાની ભૂલ કરવા જેવી બીલકુલ નથી. કોરોના તમારા ગામમાં પ્રવેશની એક પણ તક મુકશે નહી, જી હા,  નજર ચૂક એટલે ફસાયા સમજી લેવું. જામનગર સાથે હાલમાં આવુ જ બનતું જોવામાં આવી રહ્યું છે. જામનગરમાં અને સૌરાષ્ટ્રનાં […]

Gujarat Others
6c2afdf4ef337e4b997e9d4f5b9613b7 કોઇએ વહેમમાં રહેવાની બીલકુલ જરુર નથી કે અહીં ક્યાં કોરોનાનાં કેસ છે...જામનગરમાં 7 નવા પોઝિટીવ કેસ

આ કોરોનાનાં છે અને આ જ કોરોનાએ ભલભલા તુમારોને પણ પછાડી દીધા છે. પહેલા પણ કહેવાયુ છે કે કોરોનાને કોઇએ હળવાશમાં લેવાની ભૂલ કરવા જેવી બીલકુલ નથી. કોરોના તમારા ગામમાં પ્રવેશની એક પણ તક મુકશે નહી, જી હા,  નજર ચૂક એટલે ફસાયા સમજી લેવું. જામનગર સાથે હાલમાં આવુ જ બનતું જોવામાં આવી રહ્યું છે. જામનગરમાં અને સૌરાષ્ટ્રનાં અમુક જીલ્લામાં થોડા દિવસ પૂર્વે એક પણ કેસ ન હતો અને લોકો બિનદસ્ત હતા અહીં ક્યાં એક પણ કેસ છે અને આવ્યા એટલે અધધધ આવ્યા જેવુ સામે આવી રહ્યું છે. જી હા જામનગરમાં કોરોના પોઝિટીવનાં અધધધ એક સાથે 7 નવા કેસ નોંધવામાં આવ્યા છે. 

7 નવા કેસમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. એક સાથે અચાનક 7 પોઝિટીવ કેસ નોંધાયા હોવાથી જામનગરમાં કોરોના પોઝિટીવ કેસનો આંક ઉછળીને સીધો ડબલ થઇ જાત કુલ આંક 15 પર પહોંચી ગયો છે. તો એકી સાથે 7 કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી હોવાનું સામે આવી રહ્યું છે. જો કે આજે સામે આવેલા તમામ કોરોના પોઝિટીવ લોકોને આઇશોલેશન વોર્ડમાં ખસેડવાની કાર્યવાહી કરી દેવામાં આવી છે. અને તંત્ર દ્વારા પણ લોકોને સતર્ક રહી વર્તવાની અપીલ કરવામાં આવી છે. 

જુઓ આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન