Not Set/ કોગ્રેંસ ઉપાધ્યક્ષ રાહુલ લેશે ગુજરાતની મુલાકાત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ રાહુલ ગાંધીના ગુજરાત આગમન માટે કામે લાગી ગયા છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી દિવસોમાં ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાહુલ ગાંધીના પ્રવાસને લઈને કોંગ્રેસના નેતાઓ અને આગેવાનોની GMDC ખાતે બેઠક પણ યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યના તમામ હૌદ્દેદારો પણ હાજર રહ્યા હતા. બેઠકમાં નવા નિમણૂક પામેલા લોકોનું પણ સ્વાગત […]

India
rahul gandhi કોગ્રેંસ ઉપાધ્યક્ષ રાહુલ લેશે ગુજરાતની મુલાકાત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ રાહુલ ગાંધીના ગુજરાત આગમન માટે કામે લાગી ગયા છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી દિવસોમાં ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાહુલ ગાંધીના પ્રવાસને લઈને કોંગ્રેસના નેતાઓ અને આગેવાનોની GMDC ખાતે બેઠક પણ યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યના તમામ હૌદ્દેદારો પણ હાજર રહ્યા હતા. બેઠકમાં નવા નિમણૂક પામેલા લોકોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.. રાહુલ ગાંધી 4 ઝોનમાં 3-3 દિવસના ગુજરાત પ્રવાશે આવશે. રાહુલ ગાંધીના પ્રવાસને લઈને તમામ નેતાઓને જુદી-જુદી કામગીરી પણ સોંપવામાં આવશે જ્યારે આગામી ચૂંટણીને લઈને કોંગ્રેસની ભૂમિકા અંગે અને રાહુલ ગાંધીના પ્રવાસને લઈને પણ ચર્ચાઓ કરાઈ હતી.

રાહુલ ગાંધી હજુ થોડા સમય પહેલા જ ગુજરાતના ધાનેરા ગામમાં આવ્યા હતા ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસના પીઢ નેતા રાહુલ ગાંધીનું ગુજરાત  આગમન  થવાનું છે. જેમનાં આગમનને લઈને કોગ્રેંસી કાર્યકર્તાઓ તૈયારીઓ કરી રહ્યા છે