Not Set/ કોરોનાકહેર/ અમદાવાદમાં કોંગ્રેસે એક જ દિવસમાં ગુમાવ્યા બે નેતા, કાર્યકરોમાં શોકનો માહોલ

ગુજરાત રાજ્ય્માંકોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યમાં કોરોના પોઝિટીવ આંક પણ 800૦ને પાર કરી ચુક્યું છે. કોરોના એ ગુજરાત રાજ્યના અમદાવાદને જાણે બીજું અમેરિકા બનાવવા જ બેઠું  હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ ખાતે સતત કોરોના પોઝિટીવ આંક ઉંચો જઈ રહ્યો છે. અમદાવાદમાં હાલ નોધાયેલા આંકડા પ્રમાણે કોરોના ના 5800 જેટલા કેસ […]

Ahmedabad Gujarat
f4b82c4df0ad124387485553949a45f1 કોરોનાકહેર/ અમદાવાદમાં કોંગ્રેસે એક જ દિવસમાં ગુમાવ્યા બે નેતા, કાર્યકરોમાં શોકનો માહોલ
f4b82c4df0ad124387485553949a45f1 કોરોનાકહેર/ અમદાવાદમાં કોંગ્રેસે એક જ દિવસમાં ગુમાવ્યા બે નેતા, કાર્યકરોમાં શોકનો માહોલ

ગુજરાત રાજ્ય્માંકોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યમાં કોરોના પોઝિટીવ આંક પણ 800૦ને પાર કરી ચુક્યું છે. કોરોના એ ગુજરાત રાજ્યના અમદાવાદને જાણે બીજું અમેરિકા બનાવવા જ બેઠું  હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ ખાતે સતત કોરોના પોઝિટીવ આંક ઉંચો જઈ રહ્યો છે. અમદાવાદમાં હાલ નોધાયેલા આંકડા પ્રમાણે કોરોના ના 5800 જેટલા કેસ નોધાઇ ચુક્યા છે. ત્યારે અમદાવાદ ખાતે કોંગ્રેસ એ કોરોના ને કારણે  ઘણું ગુમાવવાનો વારો આવ્યો છે.

આજે પણ અમદાવાદ ખાતે કોરોનાને કારણે બે કોંગ્રેસના નેતાના મોત થયા છે. ગોમતીપુર વોર્ડ કોંગ્રેસના નેતા રફીક ઘાંચીનું કોરોના વાઇરસના કારણે નિધન થયુ છે ઉપરાંત જમાલપુર વોર્ડના કોંગ્રેસના નેતા હબીબ મેવનું કોરોનાથી મોત થયું છે. કોરોનાથી સંક્રમિત થયા બાદ હબીબ મેવને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું. આમ એક દિવસમાં બે કોંગી નેતાના અવસાનથી કાર્યકરોમાં શોકનો માહોલ. ગોમતીપુર વોર્ડ કોંગ્રેસના નેતા રફીક ઘાંચીના નિધન પર ધારાસભ્ય શૈલેષ પરમારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શોક વ્યક્ત કર્યો હતો.

 ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું પણ કોરોના ને કારણે જ અવસાન થયું હતું. જયારે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ કોરોના ગ્રસ્ત બન્યા હતા. પરંતુ તેઓ કોરોના સામે જંગ જીતી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.