Not Set/ કોરોનાનાં અધધધ કેસ આવ્યા સામે, આણંદમાં 14 – નવસારીમાં 11 કેસ સામે આવતા ફફડાટ

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત રીતે પોતાનો કહેર વરસાવી અને વિસ્તારી રહ્યો છે. જી હા, શનિવારે પણ ગુજરાતમાં કોરોનાં બેફામ જોવામાં આવી રહ્યો છે. ગઇકાલ સાંજથી શનિવાર બપોર સુધીમાં ગુજરાતનાં અનેક શહેરોમાંથી અધધધ કોરોનાનાં કેસ નોંધવામાં આવ્યા છે. જો વાત કરવામાં આવે આંણદની, તો આણંદ જિલ્લામાં કોરોનાનાં વધુ અધધધ 14 કેસ નોંધાયા છે. સૌથી વધુ આણંદ શહેરમાં કોરોનાં પોઝીટીવ […]

Gujarat Others
5dff6611b73f53748c67860547038a6a 1 કોરોનાનાં અધધધ કેસ આવ્યા સામે, આણંદમાં 14 - નવસારીમાં 11 કેસ સામે આવતા ફફડાટ

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત રીતે પોતાનો કહેર વરસાવી અને વિસ્તારી રહ્યો છે. જી હા, શનિવારે પણ ગુજરાતમાં કોરોનાં બેફામ જોવામાં આવી રહ્યો છે. ગઇકાલ સાંજથી શનિવાર બપોર સુધીમાં ગુજરાતનાં અનેક શહેરોમાંથી અધધધ કોરોનાનાં કેસ નોંધવામાં આવ્યા છે.

જો વાત કરવામાં આવે આંણદની, તો આણંદ જિલ્લામાં કોરોનાનાં વધુ અધધધ 14 કેસ નોંધાયા છે. સૌથી વધુ આણંદ શહેરમાં કોરોનાં પોઝીટીવ 11 આજનાં દિવસે જ નોધવામાં આવતા હાહાકાર જોવામાં આવી રહ્યો છે. તો બાકીનાં કેસ બોરસદ, ખંભોળજ, ચિખોદરામાં નોંધાયા છે. એક સાથે કોરોનાનાં 14 કેસ જીલ્લા અને શહેરમાંથી સામે આવતા તંત્ર પણ અવાચક બની ગયેલું જોવામાં આવી રહ્યું છે. 

સાથે સાથે નવસારીમાં પણ અધધધ 11 નવા કોરોનાનાં કેસ નોંધવામાં આવી રહ્યા છે. નવસારીમાં કોરોનાના કેસનો આંક 88 પર પહોંચ્યો છે. જિલ્લામાં 40 લોકોએ કોરોનાને હરાવ્યો છે અને હાલ સુધીમાં કોરોનાથી જિલ્લામાં બે લોકોનાં મોત પણ નિપજ્યા છે. અત્યાર સુધીનાં કુલ કેસમાંથી  46 એકટીવ કેસ હોય તમામને હોસ્પિટલાઇઝ કરી સારવાર આપવામાં આવી રહી છે. 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews