Not Set/ #કોરોનાનાં કહેર વચ્ચે બનાસકાંઠામાં પડ્યો કરા સાથે કમોસમી વરસાદ, મકાનનાં પતરા – મોબાઇલ ટાવરોને ભારે નુકશાન

બનાસકાંઠા જિલ્લામાં ગત રાત્રે ભારે પવન અને  વાવાઝોડા સાથે વરસાદ પડતાં જિલ્લામાં અનેક જગ્યાએ મકાનોના પતરા ઉડયા છે, તો મકાનો ધરાસઇ પણ થયા છે. ભારે વાવાઝોડાના કારણે પાલનપુરની બીએસએનએલ ઓફિસનો મોબાઈલ ટાવર ધરાસઇ થતાં મોટું નુકસાન થયું છે.  જી હા, જિલ્લામાં ગઈરાતે અચાનક ભારે પવન સાથે આવેલા વાવાઝોડા અને વરસાદે તબાહી મચાવી છે. જેમાં જિલ્લામાં […]

Gujarat Others
73361bd7864c75534ac3fa19f3cb9c7f #કોરોનાનાં કહેર વચ્ચે બનાસકાંઠામાં પડ્યો કરા સાથે કમોસમી વરસાદ, મકાનનાં પતરા - મોબાઇલ ટાવરોને ભારે નુકશાન

બનાસકાંઠા જિલ્લામાં ગત રાત્રે ભારે પવન અને  વાવાઝોડા સાથે વરસાદ પડતાં જિલ્લામાં અનેક જગ્યાએ મકાનોના પતરા ઉડયા છે, તો મકાનો ધરાસઇ પણ થયા છે. ભારે વાવાઝોડાના કારણે પાલનપુરની બીએસએનએલ ઓફિસનો મોબાઈલ ટાવર ધરાસઇ થતાં મોટું નુકસાન થયું છે. 

જી હા, જિલ્લામાં ગઈરાતે અચાનક ભારે પવન સાથે આવેલા વાવાઝોડા અને વરસાદે તબાહી મચાવી છે. જેમાં જિલ્લામાં અનેક મકાનો અને સેડના પતરા તૂટીને ઉડી જતા અનેક જગ્યાએ નુકસાન થયું છે. તો દાંતીવાડાના ડાંગીયા મકાનની દીવાલ ધરાસઇ થતા પિતાનું દટાઈ જવાથી મોત નીપજ્યું છે તો બે પુત્રો ઘાયલ થયા છે તો ભાભરમાં મકાનની કુંભી નીચ દટાઈ જતા 7 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે.

પાલનપુરની બીએસએનએલ ઓફિસનો મોબાઈલ ટાવર અચાનક ધરાસઇ થઈને બાજુમાં આવેલી પોસ્ટ ઓફિસ ઉપર પડતા પોસ્ટ ઓફિસને મોટું નુકસાન થયું છે જોકે ટાવરની નજીક બીએસએનએલના કર્મચારીઓના ક્વાર્ટર હતા જેમાં 25 જેટલા લોકો રહે છે જે ટાવરને અડીને રહેતા હતા પરંતુ સદનસીબે ટાવર ક્વાર્ટર ઉપર ન પડ્યું નહિતર મોટી જાનહાનિ થતાં  અચાનક ટાવર પડતા જ ક્વાર્ટરની અંદર રહેલા લોકો ડરી ગયા હતા અને હાલ સુધી પણ ડરેલા છે પાલનપુરમાં ટાવર પડતા બીએસએનએલની તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે  અને ટાવરનો મલબો હટાવવાની તજવીજ હાથ ધરાઈ છે.

જુઓ આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન

બાઈટ-રાજેન્દ્ર કુમાવત -રહીશ બીએસએનએલ 

( ભારે પવન અને વાવાઝોડાના કારણે બીએસએનએલનું ટાવર ધરાસઇ થયું છે અને પોસ્ટ ઓફિસ ઉપર પડ્યું છે જો અમારા ક્વાર્ટર ઉપર પડ્યું હોત તો મોટી જાનહાની થઈ હોત..)

ગોવિંદ ઠાકોર-પાલનપુર

મો-9978012999

ReplyReply allForward