Not Set/ #કોરોનાનોકહેર/  અમદાવાદ ખાતે પત્રકાર પરીષદમાં એઈમ્સના ડિરેક્ટરએ શું કહ્યું…??

ગૃહમંત્રી અમિત શાહની સૂચના થી એઈમ્સના ડાયરેક્ટર ડો રણદીપ ગુલેરિયા શનિવારે ખાસ ફ્લાઇટમાં અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાં તેમણે હોસ્પિટલોની મુલાકાત લીધી હતી અને કોરોના દર્દીઓની સારવાર માટે માર્ગદર્શન આપ્યું હતું. ગુલેરિયાએ અમદાવાદમાં પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે હજુ પણ કોરોના સાથે એક કલંક જોડાયેલું છે. ઘણા લોકો હોસ્પિટલમાં આવવા અને પરીક્ષણ કરાવવામાં ડરતા હોય […]

Ahmedabad Gujarat
7caa7966576f593d7ddf6ed1419b9b75 #કોરોનાનોકહેર/  અમદાવાદ ખાતે પત્રકાર પરીષદમાં એઈમ્સના ડિરેક્ટરએ શું કહ્યું...??
7caa7966576f593d7ddf6ed1419b9b75 #કોરોનાનોકહેર/  અમદાવાદ ખાતે પત્રકાર પરીષદમાં એઈમ્સના ડિરેક્ટરએ શું કહ્યું...??

ગૃહમંત્રી અમિત શાહની સૂચના થી એઈમ્સના ડાયરેક્ટર ડો રણદીપ ગુલેરિયા શનિવારે ખાસ ફ્લાઇટમાં અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાં તેમણે હોસ્પિટલોની મુલાકાત લીધી હતી અને કોરોના દર્દીઓની સારવાર માટે માર્ગદર્શન આપ્યું હતું. ગુલેરિયાએ અમદાવાદમાં પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે હજુ પણ કોરોના સાથે એક કલંક જોડાયેલું છે. ઘણા લોકો હોસ્પિટલમાં આવવા અને પરીક્ષણ કરાવવામાં ડરતા હોય છે. એક મુદ્દો છે. આને કારણે, જો કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ છે અને તેને મોડે થી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, તો તે મૃત્યુદરમાં વધારો કરે છે.

 લક્ષણ દેખાય તો લોકો તુરંત ટેસ્ટ કરાવે અને અહીંયા લક્ષણો લઈને દર્દી કોવિડ હોસ્પિટલમાં જાય છે. તો સ્ટાફ આટલા લક્ષણો પૂરતા નથી હજી અઠવાડીયું રહીને આવો એમ કહીને પાછા ધકેલે છે. ઉંમરલાયક લોકો અને ખાસ જેઓને બીમારી છે તેવા લોકોનું ધ્યાન રાખવું જોઇએ. લક્ષણ દેખાય તો તરત સારવાર માટે જવું જોઇએ.

આજે સવારે 9 વાગ્યે ડો. ણજીત ગુલેરિયા અને તેમની  ટીમ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવી પહોચી હતી. આરોગ્ય વિભાગના સચિવ ડો. જ્યંતી રવિ, સિવિલમાં તાત્કાલિક એમ.એમ. પ્રભાકર સહિતના સિનિયર ડોકટરો સાથે કોરોનાની સારવાર અને તેની માહિતી અને પ્રેઝન્ટેશન અંગેની બેઠક ચાલુ થઈ છે. ડો.રણદીપ ગુલેરીયા અને મનીષ સૂનેજાએ અમદાવાદ મેડી સિટી કેમ્પસમાં અસ્મિતા ભવન ખાતે સ્થાનિક તબીબો સાથે બેઠક યોજી તેમનું માર્ગદર્શન કર્યું હતું. સાંજે પાંચ વાગ્યે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, , Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.