Not Set/ #કોરોનાનોફેલાવો/ હવે ચેતીજજ જૂનાગઢ, જીલ્લામાં કોરોનાનો પગપેસારો થઇ ગયો છે

ગુજરાતમાં આમતો છેલ્લા ઘણા દિવસથી અઘઘઘ કોરોના કેસ વધી રહ્યા છે. મહાનગરોની હાલત તો ક્યારની ખસ્તા છે. પરંતુ ગુજરાત માટે સારા સમાચાર એ પણ હતા કે ગુજરાતનાં અમુક જીલ્લા હજુ સુધી કોરોના મુક્ત હતા, પરંતુ કહેવાય છે ને કે કોઇની ખરાબ નજર લાગી, બસ ગુજરાતના આ જીલ્લામાં પણ એવુ જ જોવામાં આવી રહ્યું છે. પહેલા […]

Gujarat Others
1115dea252216ae29e6bf2b7f7c14d5f #કોરોનાનોફેલાવો/ હવે ચેતીજજ જૂનાગઢ, જીલ્લામાં કોરોનાનો પગપેસારો થઇ ગયો છે

ગુજરાતમાં આમતો છેલ્લા ઘણા દિવસથી અઘઘઘ કોરોના કેસ વધી રહ્યા છે. મહાનગરોની હાલત તો ક્યારની ખસ્તા છે. પરંતુ ગુજરાત માટે સારા સમાચાર એ પણ હતા કે ગુજરાતનાં અમુક જીલ્લા હજુ સુધી કોરોના મુક્ત હતા, પરંતુ કહેવાય છે ને કે કોઇની ખરાબ નજર લાગી, બસ ગુજરાતના આ જીલ્લામાં પણ એવુ જ જોવામાં આવી રહ્યું છે. પહેલા દ્વારકા અને હવે જૂનાગઢમાં પણ કાળમુખા કોરોનાએ પ્રવેશ મેળવી લીધો છે. 

જી હા, જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો પગપેસારો વાયા ભેસાણ તાલુકો થયો હોય તેવું સામે આવી રહ્યું છે. ભેંસાણ વિસ્તારમાં કોરોનાનાં બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ભેસાણની CHC હોસ્પિટલનાં ડોકટર-પટાવાળાને કોરોના પોઝિટીવ આવતા વધુ ચિંતા જનક સ્થિતિ સર્જાયાનો ક્યાસ જોવામાં આવી રહ્યો છે. જ્યારે આ સમયે ડોક્ટર અને મેડિકલ સ્ટાફને કોરોના આભળી જાય ત્યારે તેના સપર્કમાં આવેલ લોકોની સંખ્યા વધુ હોવાનો ભય તંત્રમાં રહે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન