Not Set/ #કોરોનાવાઇરસ/ દર્દીની સ્વજન સાથે વાત કરવા માટે સિવિલમાં વીડિયો કોલિંગ સેન્ટરનો પ્રારંભ

ગુજરાતમાં કોરોના વાઇરસના કહેર વચ્ચે અમદાવાદની કોવિડ હોસ્પિટલો કીડીયારાની જેમ ઉભરાઈ રહી છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોના દર્દીઓ માટે ખાસ સગવડ કરવામાં આવી છે. વ્યક્તિ બિમાર પડે ત્યારે તેને સ્વજનની સૌપ્રથમ જ યાદ આવે, પરંતુ કોરોના એવી બિમારી છે કે જેમાં દર્દ સહન કરવા ઉપરાંત સ્વજનના સાથથી પણ દૂર રહેવું પડે છે. કોરોના […]

Ahmedabad Gujarat
85fda04c8e7bdffa67a70dca6ac08a42 #કોરોનાવાઇરસ/ દર્દીની સ્વજન સાથે વાત કરવા માટે સિવિલમાં વીડિયો કોલિંગ સેન્ટરનો પ્રારંભ
85fda04c8e7bdffa67a70dca6ac08a42 #કોરોનાવાઇરસ/ દર્દીની સ્વજન સાથે વાત કરવા માટે સિવિલમાં વીડિયો કોલિંગ સેન્ટરનો પ્રારંભ

ગુજરાતમાં કોરોના વાઇરસના કહેર વચ્ચે અમદાવાદની કોવિડ હોસ્પિટલો કીડીયારાની જેમ ઉભરાઈ રહી છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોના દર્દીઓ માટે ખાસ સગવડ કરવામાં આવી છે. વ્યક્તિ બિમાર પડે ત્યારે તેને સ્વજનની સૌપ્રથમ જ યાદ આવે, પરંતુ કોરોના એવી બિમારી છે કે જેમાં દર્દ સહન કરવા ઉપરાંત સ્વજનના સાથથી પણ દૂર રહેવું પડે છે. કોરોના સામે લડી રહેલા દર્દીઓને  સ્વજનો સાથે વાત કરવા માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વિડીયો કોલિંગ સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે.

હોસ્પિટલથી થોડે દુર વીડિયો કોલિંગની સવલત ઉભી કરવામાં આવી છે. આ માટે  પાંચ  મોબાઈલ ફોન રાખવામાં આવ્યા છે. જેના દ્વારા દર્દીના સગાઓ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દી સાથે વાતચીત કરી શકે છે. આ ઉપરાંત હોસ્પિટલના દરેક વોર્ડમાં પણ મોબાઈલ ફોન રાખવામાં આવ્યા છે કે જેના દ્વારા દર્દીના સગાને દાખલ કરવામાં આવેલ દર્દી સાથે વાત કરાવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.