Not Set/ #કોરોનાવાયરસ/ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા પહોંચી 1000 પાર, સૌથી વધુ કેસ આ શહેરથી…

મહારાષ્ટ્રમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 1000 થઈ ગઈ છે. મંગળવારે મહારાષ્ટ્રમાં 150 નવા કેસ નોંધાયા હતા. જેનાથી રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા 1018 થઈ છે. મહારાષ્ટ્ર એવું પહેલું રાજ્ય છે કે, જ્યા 1000 થી વધુ કોરોના ચેપનાં કેસ છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી અત્યાર સુધીમાં 64 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોના દ્વારા સૌથી અસરગ્રસ્ત રાજધાની મુંબઈ છે. […]

India

મહારાષ્ટ્રમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 1000 થઈ ગઈ છે. મંગળવારે મહારાષ્ટ્રમાં 150 નવા કેસ નોંધાયા હતા. જેનાથી રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા 1018 થઈ છે. મહારાષ્ટ્ર એવું પહેલું રાજ્ય છે કે, જ્યા 1000 થી વધુ કોરોના ચેપનાં કેસ છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી અત્યાર સુધીમાં 64 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોના દ્વારા સૌથી અસરગ્રસ્ત રાજધાની મુંબઈ છે. મુંબઈમાં કોરોનાનાં 642 કેસની પુષ્ટિ થઈ છે.

મંગળવારે મહારાષ્ટ્રમાં કોવિડ-19 નાં 150 નવા કેસ નોંધાયા હતા. આ એક દિવસમાં સૌથી વધુ કેસ છે. જેમા 116 એકલા મુંબઇથી આવ્યા હતા. મંગળવારે પુણેમાં 18 લોકો, અહમદનગર, નાગપુર અને ઔરંગાબાદમાં ત્રણ, થાણે અને બુલ્ઢાણામાં બે અને સતારા, રત્નાગિરિ અને સાંગલીમાં એક-એક વ્યક્તિને ચેપ લાગ્યો છે. મહારાષ્ટ્ર ઉપરાંત તમિળનાડું અને દિલ્હીમાં 600 થી વધુ દર્દીઓમાં કોરોનાની પુષ્ટિ થઈ છે.

મુંબઇમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનાં ખાનગી નિવાસસ્થાન માતોશ્રી નજીક એક ચા વાળો પણ કોરોના ચેપ લાગ્યો છે. આ ચા વાળામાં કોરોના મળી આવ્યા બાદ, તેના મકાનની સુરક્ષામાં મુકાયેલા 150 સૈનિકોને બાંદ્રામાં ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. આ જવાન ચેપગ્રસ્ત વ્યક્તિની દુકાનમાં ચા પીવા જતા હતા. બીએમસીએ માતોશ્રી અને તેના આસપાસનાં વિસ્તારને સીલ કરી દીધો છે અને સમગ્ર વિસ્તારને સેનેટાઈજ કરવામાં આવી રહ્યો છે.

મંગળવારે ભારતમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 4789 થઈ ગઈ છે. ભારતમાં આ વાયરસથી 124 લોકોનાં મોત નીપજ્યાં છે. હાલમાં 4312 ની સારવાર કરવામાં આવી રહી છે અને 353 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં વિનાશ સર્જાયો છે. દુનિયામાં આ વાયરસનો ભોગ બનેલા લોકોની સંખ્યા વધીને 14 લાખ, 11 હજાર થઈ ગઈ છે. વળી, આ વાયરસથી 81 હજારથી વધુ લોકો મોતને ભેટી ગયા છે. ઇટાલી, સ્પેન, અમેરિકા પછી હવે ફ્રાન્સમાં કોરોનાથી મોતનો આંકડો 10,000 ને વટાવી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.