Not Set/ #કોરોનાવાયરસ/ સ્વિટ્ઝર્લૅન્ડમાં કોરોનો કહેર, મોતનો આંકડો પહોંચ્યો 1,000 પાર

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનું જોખમ સતત વધી રહ્યું છે. વિશ્વભરમાં વાયરસનાં કારણે 1 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. વળી, ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 17 લાખનાં આંકડાની નજીક પહોંચી ગઈ છે. શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે ભારતમાં 6,761 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે. અત્યાર સુધીમાં 200 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આપને […]

World

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનું જોખમ સતત વધી રહ્યું છે. વિશ્વભરમાં વાયરસનાં કારણે 1 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. વળી, ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 17 લાખનાં આંકડાની નજીક પહોંચી ગઈ છે. શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે ભારતમાં 6,761 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે. અત્યાર સુધીમાં 200 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આપને જણાવી દઇએ કે હાલમાં દેશમાં 21 દિવસથી લોકડાઉન ચાલી રહ્યું છે, જે 14 એપ્રિલ સુધી ચાલશે. વળી તાજેતરમાં સામે આવ્યુ છે કે, સ્વિટ્ઝર્લૅન્ડમાં મોતનો આંકડો 1 હજારને પાર પહોંચી ગયો છે. 

બ્રાઝિલ, સ્વિટ્ઝર્લેન્ડ અને તુર્કીમાં કોરોના વાયરસને કારણે મૃત્યુઆંક એક હજારની નજીક પહોંચી ગયો છે. આ સિવાય એક્વાડોર, સ્વીડન, પોર્ટુગલ, ઓસ્ટ્રિયા, આયર્લેન્ડ, રોમાનિયા, ડેનમાર્ક, પોલેન્ડ, ભારત, પાકિસ્તાન, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, અલ્જીરીયા, ઇજિપ્તમાં હજારો લોકો ચેપગ્રસ્ત છે. કોરોના વાયરસનાં ચેપથી વિશ્વભરમાં મૃત્યુઆંક 1,00,000 ને વટાવી ગયો છે. શુક્રવારની રાત સુધીમાં 1,00,450 લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં 17 લાખથી વધુ લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે. 3,70,000 લોકો સ્વસ્થ થયા છે અને 11,96,000 લોકોની સારવાર કરવામાં આવી રહી છે. ભારતમાં 6,761 લોકો ચેપગ્રસ્ત છે અને 200 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાથી ચેપનાં 896 નવા કેસો નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.